fbpx
ભાવનગર

તળાજા તાલુકાના ઠળીયા ગામે કે.વ.પ્રાથમિક શાળા ખાતે તા.૨૫ ઓક્ટોબરના સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ઠળીયા ગામે કે.વ.પ્રાથમિક શાળા ખાતે તા.૨૫/૧૦/૨૦૨૪નાં રોજ સવારનાં ૯-૦૦ કલાકથી પ્રાંત અધિકારશ્રી,ભાવનગરનાં અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો ” સેવા સેતુ ” કાર્યક્રમ યોજાનાર છે.આ કાર્યક્રમમાં કુંઢડા,ભેગાળી,દાંત્રડ,ટાઢાવડ, કુંઢેલી,ઘાંટરવાળા,ઠળીયા,રાળગોન, બેલડા,જાલવદર,ટીમાણા,નવા સાંગાણા,જુના સાંગાણા,નવી કામરોળ,જુની કામરોળ,દેવળીયા,માખણીયા,કોદીયા,જુની છાપરી,નવી છાપરી,નાનાઘાણા,મોટાઘાણા,શોભાવડ,સાંખડાસર નં.૧,હાજીપર,ખારડી,પાદરગઢ,કુંડવી,પસ્વી,બોરડી ગામોનાં લોકો આ કાર્યક્રમમાં આવક,જાતિ,નોન ક્રીમીલેઅર, ડોમીશ્યાલ પ્રમાણપત્રો, રેશનકાર્ડમાં (નામ ઉમેરવા,નામ કમી કરવા અને રેશનકાર્ડમાં સુધારા કરવા), આધારકાર્ડ(મોબાઈલ નંબર તેમજ ફિંગરપ્રિન્ટ અપડેટ),મા અમૃતમ યોજના,વાત્સલ્ય કાર્ડમાં નામોની નોંઘણી, રાજય સરકારના કૃષી, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજનાઓ હેઠળનાં વ્યકતિલક્ષી લાભો,સીનીયર સીટીઝનનાં પ્રમાણપત્રો,દિવ્યાગતાં પ્રમાણપત્રો,સ્કોલરશીપ યોજનાના લાભો,જમીન માપણી અને નવી નોંઘ દાખલ કરવાને લગતી તમામ અરજીઓ બાબતે માંગણી કરી શકશે.

આ સેવા સેતુ કાર્યક્રમમાં જે લોકો લાભ લેવા ઇચ્છતા હોય કે કોઇ યોજનાકીય લાભ લેવા ઇચ્છતાં હોય તેઓએ તા.૨૫/૧૦/૨૦૨૪નાં રોજ ઠળીયા ગામે કે.વ. પ્રાથમિક શાળા ખાતે આ કાર્યક્રમમાં અરજીઓ રજુ કરવાની રહેશે અને આવી અરજીઓને લગત વિભાગોનાં સબંધિત અધિકારીશ્રીઓ ધ્વારા સ્થળ પર નિકાલ કરવામાં આવશે.તો આ કાર્યક્રમમાં પોતાની માંગણી રજુ કરવા માંગતા લોકોએ તા.૨૫/૧૦/૨૦૨૪નાં રોજ ઠળીયા ગામે નિયત સમયે ઉપસ્થિત રહેવા મામલતદારશ્રી દ્વારા જણાવવામાં આવે છે.

Follow Me:

Related Posts