ભાવનગર

તળાજા તાલુકાના ભદ્રાવળ  ગામમાં ન્યુ શક્તિ મંડળ દ્વારા “નવદુર્ગા” નાટક જોવા આજુબાજુ ગામની જનમેદની ઉમટી પડી..

તળાજા તાલુકાના ભદ્રાવળ 1 ગામમાં નવલા નવરાત્રિ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે ચોથા નોરતે “નવદુર્ગા” નામનું નાટકની શાનદાર રજુઆત કરવામાં આવી. જેમાં ભોળાનાથ , પાર્વતી, માહિસાસુર , અસુરરાજ રકતબીજ અને નવ દેવીઓના ન્યુ શક્તિ મંડળના સેવકો દ્વારા આબેહૂબ પાત્ર ભજવવામાં આવ્યા..આ નાટકોમાં અસુરો દ્વારા ગાયની હત્યા, રુષમુનિઓને યજ્ઞમાં હેરાનગતિ, ધર્મની હાનિ કરે અને બ્રાહ્મણોની હત્યા જેવા દશ્યો નું નિરૂપણ કરવામાં આવ્યું..જેમાં અસુર રાજ માહિસુરનું પાત્ર ચોવટિયા હરેશભાઈ દ્વારા ખૂબ જ  સારી ભજવામાં આવ્યું..નાટકના અંતે નવદુર્ગાની આરતી મોરલીધર ભરોસે 29591/ રૂપિયામાં ઉતારવામાં આવી. સમગ્ર નાટકમા ભદ્રાવળ ગામ તથા આજુબાજુ ગામની વિશાળ મેદની  નિહાળવા માટે આવેલ..અંતે સૌ લોકોએ નવદુર્ગા દેવીના આશિર્વાદ લઈ ધન્યતા અનુભવેલ..ન્યુ શક્તિ મંડળે સૌ લોકોનો આભાર માની નાટક પયર્ન થયેલ.

Related Posts