તળાજા તાલુકાના ભારોલી ગામે આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવેલ જવાનનું સ્વાગત કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામના ગોહિલ ધર્મેન્દ્રસિંહ જનક સિંહ આજે આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અને પોતાના વતન આવી પહોંચ્યા હતા ભારોલી ગામમાં આવેલ વેનવાળા ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કર્યા હતા અને ત્યારબાદ ગામ લોકોની વિશાળ સંખ્યામાં ઢોલ અને ત્રાંસા વગાડી ધામધૂમપૂર્વક સ્વાગત કરી અને સામૈયા કરવામાં આવ્યા હતા ભારોલી ગામના રવુભા ગોહિલ ના જણાવ્યા મુજબ આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવેલ જવાનનું ઉમંગ અને ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું
તળાજા તાલુકાના ભારોલી ગામે આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવેલ જવાનનું સ્વાગત કરવામાં આવ્યું

Recent Comments