તળાજા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલક માટે અરજીઓ મંગાવાઇ
તળાજા તાલુકામાં કેન્દ્ર નં-૧૦૮ શ્રી રામપરા પ્રા. શાળા,કેન્દ્ર નં-૧૩૭ શ્રી ત્રાપજ (જોરાવરનગર) પ્રા.શાળા, કેન્દ્ર નં-૧૫૦ ઊંચડી પ્લોટ પ્રા.શાળા,વિસ્તાર કેન્દ્રો ખાતે મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલકોની ખાલી પડેલ હંગામી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. સંચાલકનાં અરજીફોર્મ કચેરી સમય દરમ્યાન (જાહેર રજાનાં દિવસો સિવાય) નવી મામલતદાર કચેરી,રોયલ ચોકડી તળાજા ખાતેથી મળી શકશે. ઉમેદવારોએ તા.૧૨/૦૬/૨૪ થી ૨૪/૦૬/૨૦૨૪ સુધીમાં અરજીફોર્મ મેળવી પરત કરવાનું રહેશે.સમયમર્યાદા બાદ મળેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં તેમ મામલતદારશ્રી,તળાજાની યાદીમાં જણાવાયું છે.
Recent Comments