તળાજા નજીક દેવળિયાની ધાર ખાતેના દત્તાત્રેય આશ્રમ ખાતે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો
તળાજા પાલીતાણા માર્ગ પર બ્રહ્મલીન સંત મોહનગીરીબાપુની તપસ્થલી દેવળીયા ધાર ખાતે આવેલા દત્તાત્રેય આશ્રમ ખાતે તાજેતરમાં ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભજન સમ્રાટ પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ તેમજ લોકસાહિત્યકાર પોપટભાઈ માલધારીએ ભજન અને સત્સંગની મોજ કરાવી હતી. કાર્યક્રમમાં જુનાગઢ થાણાપતી મહંત લહેરગીરીબાપુ તેમજ ભવનાથ જુનાગઢથી અને અન્ય ઉપસ્થિત સૌ સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આજુબાજુના ગામજનો તેમજ આશ્રમના સેવક સમુદાય સહિત સૌએ ભજન સંધ્યાના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Recent Comments