તળાજા તાલુકાના રાળગોન ગામે આવેલ શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ દ્વારા આજે ભારત સરકારના નીતિ આયોગના સહયોગથી આધુનિક ટેકનોલોજી થી સજજ્ અટલ ટીંકરીંગ લેબ (ATL)નું ઉદઘાટન પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું આ લેબમાં વિદ્યાર્થી દ્વારા જુદા જુદા પ્રયોગો અને મોડેલ દ્વારા વાલીઓને માહિતગાર કર્યા હતા. આ લેબ દ્વારા વિજ્ઞાન વિશે બાળકોમાં રસ કેળવાય અને બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિને ખીલવવા ખૂબ જ ઉપયોગી નિવડશે . આધુનિક યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા વિદ્યાર્થી શીખે અને તેમાં ટેકનીકલ જ્ઞાનનો વધારો થાય તેવા હેતુસર આ લેબમાં રોબોટીક્સ અને એન્જિન્યરીંગ કક્ષાનું જ્ઞાન આપવામાં આવશેસાથે સાથે ધોરણ KG થી 12 (આર્ટસ,કોમર્સ,સાયન્સ) ના વિદ્યાર્થીઓનો પ્રથમ સત્ર ના 1 થી 10 નંબર પ્રાપ્ત કરનાર વિધાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દરેક વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ શાળા પરિવાર ના દરેક સભ્યના સહયોગથી સફળ રીતે પૂર્ણ થયો હતો
તળાજા ના રાળગોન ગામે આવેલ શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ દ્વારા આધુનિક ટેકનોલોજી થી સજજ્ અટલ ટીંકરીંગ લેબ (ATL)નું ઉદઘાટન કરાયું


















Recent Comments