રાષ્ટ્રીય

તવાંગમાં થયેલા ઘર્ષણ પર ચીનનું પહેલું નિવેદન સામે આવ્યું, આ વિવાદ પર શું કહ્યું તે જાણો

અરુણચાલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ પર ભારતે આકરું વલણ અપનાવ્યું છે અને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે. આ બધા વચ્ચે ઘર્ષણ અને સરહદ વિવાદ પર ચીનનું પહેલું નિવેદન સામે આવ્યું છે અને ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત સાથે તેની સરહદ પર સ્થિતિ સ્થિર છે. ભારત દ્વારા અરુણાચલ પ્રદેશના તવાંગમાં ન્છઝ્ર પર ભારત અને ચીનના સૈનિકોના ઘર્ષણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યા બાદ ચીને કહ્યું કે સરહદ પર સ્થિતિ સ્થિર છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે જ્યાં સુધી અમે સમજીએ છીએ, ચીન-ભારત સરહદની સ્થિતિ સમગ્ર રીતે સ્થિર છે. તેમણે વધુમાં કહ્યું કે રાજનયિક અને સૈન્ય ચેનલોના માધ્યમથી સરહદ મુદ્દે સતત વાતચીત ચાલુ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે સંસદમાં આ મામલે નિવેદન આપ્યું. પહેલા લોકસભા અને પછી રાજ્યસભામાં રક્ષામંત્રીએ નિવેદન આપ્યું.

તેમણે સરહદ પર સ્થિતિની જાણકારી આપતા કહ્યું કે સરહદ પર ચીની સૈનિકો સાથે હાથાપાઈ થઈ. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ચીને સરહદ પર યથાસ્થિતિ બદલવાની કોશિશ કરી પરંતુ આપણા સૈનિકોએ બહાદુરી દેખાડતા તેમને પાછા ખદેડી મૂક્યા. રાજનાથ સિંહે કહ્યું કે ૯ ડિસેમ્બરના રોજ ઁન્છ ટુકડીએ તવાંગ સેક્ટરના યાંગ્ત્સે વિસ્તારમાં ન્છઝ્ર પર અતિક્રમણ કરીને યથાસ્થિતિને એકતરફી રીતે બદલવાનો પ્રયત્ન કર્યો. ચીનના આ પ્રયત્નનો આપણી સેનાએ દ્રઢતા સાથે સામનો કર્યો.

આ ઘર્ષણમાં હાથાપાઈ થઈ. ભારતીય સેનાએ બહાદુરીથી ઁન્છ ને આપણા વિસ્તારમાં અતિક્રમણ કરતા રોકી અને તેમને તેમના કેન્દ્ર પર પાછા ફરવા માટે મજબૂર કર્યા. આ ઘર્ષણમાં બંને તરફથી કેટલાક સૈનિકોને ઈજા થઈ. રાજનાથ સિંહે કહ્યું કે આ ઘટના બાદ વિસ્તારના સ્થાનિક કમાન્ડરે ૧૧ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ પોતાના ચીની સમકક્ષ સાથે સ્થાપિત વ્યવસ્થા હેઠળ એક ફ્લેગ મીટિંગ કરી હતી અને આ ઘટના અંગે ચર્ચા કરી. હું આ સદનને જણાવવા માંગુ છું કે આપણા કોઈ પણ સૈનિકનું મૃત્યુ થયું નથી કે કોઈ પણ ગંભીર રીતે ઘાયલ થયા નથી. ભારતીય સૈન્ય કમાન્ડરોના સમયસર હસ્તક્ષેપના કારણે ઁન્છ સૈનિક પોતાના સ્થાનો પર પાછા જતા રહ્યા.

Follow Me:

Related Posts