તસવીર કથા – એક હતી ચકી, એક હતો ચકો…
નાના હતાં ત્યારે પરિવારનાં દાદા દાદી કે બા બાપા અથવા ભાઈ બહેન દરરોજ એકની એક જ વાર્તા કહેતાં ‘ ‘એક હતી ચકી, એક હતો ચકો… ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો… પછી બનાવી ખીચડી…!’ …પણ દુર્ભાગ્યે હવે આ વાર્તા નથી રહી, અને ઓછા થવાં માંડ્યા છે આ ચકલા… ચકલાઓ ઘરનાં ગોખલા કે અભેરાઈ પર રહેતાં વાસણો તેમજ ભીંત પર ખોડેલી છબીઓ, આ સ્થાનો પર માળા કરતાં. માણસવલી આ પક્ષીની જાત પરિવારનું સભ્ય જ રહ્યું. આજે આપણે કરેલાં ‘વિકાસ’ સાથે પ્રકૃતિનાં આવાં સ્થાનોનો ‘વિનાશ’ કરી નાખ્યો છે. આમ છતાં પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા ચકલીનાં આવાં માળા બનાવી વિતરણ કરવામાં આવી રહ્યું છે. સંસ્થાઓ અને દાતાઓ દ્વારા પણ છેલ્લાં પાંચ સાત વર્ષથી આ માળા તેમજ કુંડા વગેરે માટે વંદનીય કાર્ય થઈ રહેલ છે. ૨૦ માર્ચ એટલે ‘ચકલી દિવસ’… માત્ર કાર્યક્રમ કે ચિંતન નહિ આપણે આપણાં નિવાસમાં સલામત સ્થળે આવો એક માળો ટીંગાડી શકીએ, તો સાર્થક… ગામ ઈશ્વરિયા હોય કે ઉગામેડી, સણોસરા કે નોંઘણવદર દાતાઓ દ્વારા પ્રશસ્ય માળા વિતરણ થઈ રહ્યું છે.
Recent Comments