fbpx
ભાવનગર

તસવીર કથા – વડીલોને વંદન બાળકોને અભિનંદન…

આજકાલ આપણી આસપાસ નાના ગામ કે શહેરમાં બાળકો માટે મૂક્ત મસ્તી કે રમત રહી નથી. ગામડામાં પ્રવેશ સ્થાન પાદર એટલે કે ગોંદરો હવે ગંદકીથી ખદબદે છે…! પણ, પણ, પણ… ક્યાંક ક્યાંક હજુ ગામમાં પાદર મજાનાં છે, નદી, વોંકળા અને આંબાવાડીયું અને ઝાડવાં પણ છે. ગોહિલવાડનું એક ગામ છે સણોસરા. આંગણવાડી, પ્રાથમિક શાળાઓ સાથે શ્રી બજરંગદાસબાપા માધ્યમિક શાળા અને લોકભારતી ગ્રામવિદ્યાપીઠ શિક્ષણ કેળવણી માટે નમૂનેદાર કાર્ય કરી રહેલ છે. પણ મજાનું તો આ દશ્ય છે, દિવાળીની રજાઓમાં ખરી મજા પાદરમાં આ ભૂલકાઓ દડા દાવ સાથે લઈ રહ્યા છે. સણોસરાનાં વડીલોને વંદન કે ગોંદરે વાડાઓ હજુ લીલાછમ્મ રાખ્યા છે, બાળકોને અભિનંદન કે તેમને આ વાતાવરણમાં ખેલકૂદ કરવા મળી રહ્યું છે…!

Follow Me:

Related Posts