મહેસાણા શહેરમાં સોમનાથ રોડ પર આવેલા હિમાદી ફ્લેટ નીચે પાર્ક કરેલ એક્ટિવાની ગણતરીની સેકન્ડ તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા છે. ચોરી કરવા આવેલ તસ્કર કેમેરામાં કેદના થઈ જાય એ માટે માથે છત્રી લઇ એક્ટિવા ચોરી કરવા આવ્યો હતો.સમગ્ર મામલે ચોરીની ઘટના ફ્લેટમાં લાગેલા ષ્ઠષ્ઠંદૃ કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે હાલમાં ફરિયાદીએ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી છે. મહેસાણા શહેરમાં દિવસેને દિવસે વાહન ચોરીના ગુન્હા પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે.ત્યારે વધુ એક ચોરીની ફરિયાદ મહેસાણા એ ડિવિઝનમાં નોંધાઈ છે.
શહેરના સોમનાથ રોડ પર આવેલ હિમાદી ફ્લેટ નીચે ફરિયાદીએ પોતાનું જીજે૨ડીકયું૦૧૫૯ નમ્બરનું એક્ટિવા પાર્ક કર્યું હતું. સવારે ફરિયાદીને કસરત કરવા જવાનું હોવાથી પોતાનું એક્ટિવા પાર્કિગમાં લેવા ગયા એ સમયે એક્ટિવા ચોરીની જાણ થઈ હતી. સમગ્ર મામલે ફરિયાદીએ પોતાના ફ્લેટમાં લાગેલા ષ્ઠષ્ઠંદૃ કેમેરા તપાસ કરતા જાણવા મળ્યું કે સવારે એક અજાણ્યો કોઈ વ્યક્તિ છત્રી ઓઢીને ફ્લેટના પાર્કિગમાં આવે છે અને એક્ટિવા ચોરી કરીને ફરાર થઇ જાય છે.
સમગ્ર મામલે ફરિયાદીએ આસપાસના વિસ્તારોમાં તપાસ કરી જાેકે એક્ટિવા ક્યાંય ન મળતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરી કરવા આવેલ તસ્કર સોમનાથ રોડ પર આવેલા હિમાદી ફ્લેટના પાર્કિગમાં સવારે છત્રી ઓઢી ને આવી પહોંચ્યો હતો જ્યાં એક એક્ટિવા ને ચોરી કરવાનો પ્રયાસ કર્યો. જાેકે એ એક્ટિવા ચાલુ ન થતા અન્ય બાજુમાં પડેલ એક્ટિવા ચાલુ થઈ જતા માત્ર ૨૭ સેકન્ડ માં એક્ટિવા લઈ ફરાર થઇ ગયો હતો.
Recent Comments