તહેવારોમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થવાની શક્યતાને લઇ ૨૪/૭ ઈમરજન્સી સેવા કાર્યરત
હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન અકસ્માતોની સંખ્યામાં વધારો થતો હોય છે. નાના મોટા અકસ્માત અને મારામારી જેવા બનાવોને ધ્યાનમાં રાખી અને ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. અકસ્માતો અને બનાવની સંખ્યા બપોરે ૧ વાગ્યા બાદથી લઈને મોડી રાત સુધી થતી હોય છે.
૧૦૮ ઇમરજન્સી સેવા સતત ૨૪ કલાક કાર્યરત છે. ૧૦૮ના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અંદાજ અનુસાર ઇમરજન્સીમાં હોળીના દિવસે ૮.૩૧ ટકા અને ધૂળેટીના દિવસે ૩૧.૭૪ ટકા વધારો થવાની શક્યતા છે. જે અનુક્રમે ૩૯૨૪ અને ૪૭૭૩ ઈમરજન્સી હશે. હોળી અને ધૂળેટીએ મુખ્યત્વે વાહન અકસ્માતમાં અનુક્રમે ૫૧.૭૫ ટકા (ઈસ્જ-૬૯૨) અને ૯૯.૧૨ ટકા (ઈસ્જ–૯૦૮) તથા અન્ય ટ્રોમા ઈમરજન્સીમાં ૫૦.૬૬ (ઈસ્જ – ૫૦૬) અને ૧૫૬.૮૫ ટકા (ઈસ્જ -૮૬૩) વધારો થવાની સંભાવના છે.
Recent Comments