fbpx
ગુજરાત

તાંત્રિક વિધિના બહાને બાપુએ મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું…

લોભિયા હોય તે ધૂતારા ભૂખે ન મરે તેવી કહેવત ગુજરાતમાં પ્રચલિત છે. છતા અનેક લોકો લાલચમાં આવીને અંધશ્રદ્ધાના રસ્તે જતા હોય છે. વધુ રૂપિયા કમાવવાની લાલચ વડોદરાની એક મહિલાને ભારે પડી. તાંત્રિક વિધિના નામે ભાવનગરના એક તાંત્રિકે વડોદરાની મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. તેણે મહિલાને વિધિના નામે વિશ્વાસમાં લીધી હતી. ત્યારે મહિલાએ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં તાંત્રિક સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલો કઈક આ પ્રકારે છે કે પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી એક મહિલાના અગાઉ બે વાર લગ્ન થયેલા છે.

તેને પ્રથમ પતિથી બે સંતાનો પણ થયા હતા. પ્રથમ પતિના લગ્નેતર સંબંધના કારણે અને બીજા પતિને દારૂની ટેવ હોવાથી મહિલાના છુટાછેડા થયા હતા. આ મહિલા તેના પિતાના મિત્ર દ્વારા ભાવનગરના તાંત્રિક કશ્યપ ઉર્ફે બાપુ હસમુખભાઈ રામાનુજના સંપર્કમાં આવી હતી. તેણે મહિલાને સારી નોકરી અપાવવાની અને બ્યુટી પાર્લર કરાવી આપવાની લાલચ આપી હતી. આ માટે તેણે કહ્યુ હતું કે, વિધિ કરાવવી પડશે. તેના કહ્યા મુજબ વિધિન કરવાનો સમય નક્કી કરવામા આવ્યો હતો. વિધિ કરાવવા માટે મહિલા તાંત્રિકને તેના ધર્મના ભાઈના ઘરે લઈ ગઈ હતી. જ્યાં બાપુ તેને અન્ય રૂમમાં લઈ ગયો હતો. તાંત્રિકે સિગરેટ સળગાવી હતી અને મહિલાને જાળમાં લપેટવા કહ્યું કે, થોડું નડતર આવે છે એટલે તમારે કપડાં કાઢવા પડશે.

મહિલાએ પૂછ્યું હતું કે, આ કેવી વિધિ છે કે મારે કપડાં કાઢવા પડશે? આ પછી બાપુએ બળજબરીથી મહિલા સાથે સંબંધ બાંધ્યો હતો. આ બાદ તાંત્રિકે મહિલાને કહ્યું કે, સંબંધ થઇ ગયો એટલે આપણાં લગ્ન થઇ ગયા છે, આપણે પતિ-પત્ની થઇ ગયા છે. હું મારા માતા-પિતા સાથે વાત કરી લઉં પછી તમારે ભાવનગર આવવું પડશે. આ પછી બાપુએ અનેકવાર મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. બંને પતિ પત્નીની જેમ રહેતા હતા. આ બાદ તે મહિલાને છોડીને ફરાર થઈ ગયો હતો. તેથી મહિલાએ વડોદરા પોલીસ સ્ટેશનમાં તાંત્રિક સામે ફરિયાદ દાખલ કરી હતી. તેણે ફરિયાદમાં લખાવ્યું કે, મારું ઓપરેશન થયુ હતું, તેના બાદ પણ તાંત્રિક મારી પાસેથી શારીરિક સંબંધની માંગણી કરતો હતો. મેં ના પાડી તો ઝગડો કરીને ભાગી ગયો હતો.

Follow Me:

Related Posts