તાઇવાન રક્ષા મંત્રાલયના ડિફેન્સ અને રિસર્સ વિંગના ઉપ પ્રમુખ શનિવારે સવારે એક હોટલની રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. તાઇવાનની આધિકારિક કેન્દ્રીય સમાચાર એજન્સીએ આ સમાચારની પૃષ્ટી કરી છે. ન્યૂઝ એજન્સીના મતે તાઇવાની સેનાના સ્વામિત્વવાળા નેશનલ ચુંગ શાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ઉપ પ્રમુખ ઓ યાંગ લી હિંગ હોટલમાં મૃત મળી આવ્યા છે. તેમના મોત પાછળના કારણની તપાસ શરુ કરી દેવામાં આવી છે. તાઇવાન અને ચીન વચ્ચે હાલ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આ સંદિગ્ધ મોતે ચર્ચા જગાવી છે.
બ્રિટીશ ન્યૂઝ એજન્સી રોયટર્સે સીએનએના હલાલાથી જણાવ્યું કે ઓ યાંગ લી હિંગ પિંગટુંગના દક્ષિણી કાઉન્ટીની વ્યાવસાયિક યાત્રા પર હતા. તેમણે તાઇવાનની વિભિન્ન મિસાઇલ ઉત્પાદન પરિયોજનાની દેખરેખ માટે આ વર્ષની શરૂઆતમાં નેશનલ ચુંગ-શાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ઉપ પ્રમુખના રૂપમાં પદ સંભાળ્યું હતું. તાઇવાની સેનાના સ્વામિત્વવાળી સંસ્થા આ વર્ષે પોતાની વાર્ષિક મિસાઇલ ઉત્પાદન ક્ષમતાને ડબલથી વધારે ૫૦૦ની નજીક કરવા કામ કરી રહી છે કારણ કે ચીનના ખતરાને જાેતા પોતાની યુદ્ધ શક્તિને ઝડપથી વધારવાની દિશામાં કામ કરી રહ્યું છે.
Recent Comments