fbpx
રાષ્ટ્રીય

તાઇવાન પર ચીનને પડકાર ફેંકનાર નેન્સી પેલોસીના ઘર પર હુમલો, પતિને થઈ ઈજા

અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસી પતિ પાઉલ પેલોસી પર હુમલો થયો છે. સ્થાનીક અધિકારીઓએ જણાવ્યું કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ ચિંતાજનક નથી. નેન્સી પેલોસીની ઓફિસે જાહેર કરેલા નિવેદન પ્રમાણે તેમના કેલિફોર્નિયા સ્થિત ઘરમાં શુક્રવાર (૨૮ ઓક્ટોબર) એક અજાણ્યો વ્યક્તિ ઘુસી ગયો અને તેમના પતિ પર હુમલો કરી દીધો હતો. નિવેદન પ્રમાણે સંબંધિત સુરક્ષા અધિકારીઓએ હુમલો કરનારની ધરપકડ કરી દીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

હુમલાખોરે તેમના પર હુમલો કેમ કર્યો તે વિશે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો પાઇલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટર તેમના પર નજર રાખી રહ્યાં છે. હુમલાના સમયે નેન્સી ઘર પર નહોતા. તેમની ઓફિસે કહ્યું કે સ્વીકર અને તેમનો પરિવાર ઇમરજન્સી સેવકોનો આભારી છે કે તેમણે સમય પર પ્રતિક્રિયા આપતા સહાયતા પ્રદાન કરી હતી.

Follow Me:

Related Posts