અમરેલી જિલ્લામાં તાઉતે વાવાજોડા બાદ રાજુલા ધારાસભ્ય અંબરીશ ડેર સમક્ષ રજૂઆતો આવી છે તેને લઈ ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા રાજુલા તાલુકા વિકાસ અધિકારી, જાફરાબાદ તાલુકા વિકાસ અધિકારી, ખાંભા તાલુકા વિકાસ અધિકારી ને પત્ર લખી યોગ્ય કરવા માટે રજુઆત કરી છે.
વાવાજોડા બાદ સરકાર દ્વારા જુદા જુદા પ્રકાર ની સહાયો જુદી જુદી યોજના હેઠળ કરવામાં આવી છે આ વિવિધ યોજનાઓ જે સહાય લોકોને કરવામાં આવી છે તેમાં ઘણી બધી વિસંગતતાઓ સામે આવી છે તેવી ફરિયાદો રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારમાંથી સતત ઉઠી રહી છે. તેમા બધા ફોર્મ ખોવાઈ ગયેલા છે. અથવા તેને રેકોર્ડમાં ચડાવેલા નથી.તેની યોગ્ય તપાસ કરાવી કામગીરી કરવા માગ કરવામા આવી છે.
ઉપરોક્ત બાબતમાં ગંભીરતા દાખવી ઝડપી કાર્યવાહી થાય તેમ કરશો કારણ કે લોકોની આ બાબતમાં ખૂબજ ફરિયાદો મળી રહી છે આવેદનપત્ર પણ લોકો દ્વારા અપાય રહ્યા છે જ્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી નહિ થાય તો ના છૂટકે અમારે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવુ પડશે જેની નોંધ લેવી આ પ્રકારની ચીમકી ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા ઉચ્ચારી દીધી છે
Recent Comments