તાઉ-તે વાવાઝોડા સંદર્ભે, રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં ખોરવાયેલ વીજ વિતરણ વ્યવ્સ્થા યુદ્ધના ધોરણે પુન:સ્થાપિત કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ: ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ.
કેન્દ્ર સરકારની મદદથી પાવર ગ્રીડ ઓફ ઇન્ડિયા દ્વારા સાવરકુંડલા – ધોકડવા અને ટીંબડી – ધોકડવા ૨૨૦ કે.વી. લાઇન ઝડપથી પુનઃસ્થાપિત કરવા કામગીરી શરૂ¤ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યકત કરતા ઉર્જો મંત્રી, ધોકડવાથી દીવ અને ઉના તરફ જતી ૬૬ કે.વી. લાઇનો ઝડપથી પૂર્વવત થશે¤ ૨૨૦ કે.વી. લાઇન સાવરકુંડલા-જીપીપીએલના ૨૫ ટાવરનું પુનઃસ્થાપન અને જાફરાબાદ ખાતેની ૬૬ કે.વી. લાઇન અદાણીના સહયોગથી ઝડપથી પૂર્વવત થશે, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલે રાજ્યમાં ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાને કારણે ખોરવાયેલ વીજ પુરવઠા સંદર્ભે માહિતી આપતા કહ્યું હતું કે, રાજ્યમા તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ખોરવાયેલ વીજ વિતરણ વ્યવ્સ્થા યુદ્ધના ધોરણે પુન:સ્થાપિત કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. તાઉ-તે વાવાઝોડાના કારણે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જેને રાજય સરકાર ખાનગી કંપનીઓના સહયોગથી ઝડપથી પૂર્વવત કરાશે.
મંત્રી સૌરભભાઇ પટેલે કહ્યું હતું કે, કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને સૌરાષ્ટ્રના ઉનાને વીજ પુરવઠો ૬૬ કે.વી. દીવ સબસ્ટેશન અને ૬૬ કે.વી. ઉના સબસ્ટેશન મારફત મળે છે. આ બંને સબસ્ટેશનને ૨૨૦ કે.વી. ધોકડવા સબસ્ટેશનથી બે ૬૬ કે.વી. લાઇનો દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. ૨૨૦ કે.વી. ધોકડવા સબસ્ટેશનને બે અલગ અલગ લાઇનોમાંથી પાવર સપ્લાય મળે છે. ૨૨૦ કે.વી. સાવરકુંડલા – ધોકડવા લાઇન અને ૨૨૦ કે.વી. ટીંબડી – ધોકડવા લાઇન. તાઉ-તે વાવાઝોડું ત્રાટકવાને પરિણામે ધોકડવાથી દીવ અને ઉના તરફ જતી ૬૬ કે.વી. લાઇનો તથા ધોકડવાને વીજ પુરવઠો પૂરો પાડતી બંને ૨૨૦ કે.વી. લાઇનોમાં ખૂબ નુકસાન થયું છે. આ બંને લાઇનોના કુલ ૨૩ ટાવરો જમીનદોસ્ત થયા છે. આ ૨૨૦ કે.વી. લાઇનોનું પુનઃ સ્થાપન ઘણો લાંબો સમય માંગી લેતી પ્રક્રિયા છે.કેન્દ્ર સરકારની મદદથી અને પાવર ગ્રીડ ઓફ ઇન્ડિયાના સહયોગથી ‘ઇમરજન્સી રીસ્ટોરેશન સિસ્ટમ’ તથા પ્રણાલીગત પદ્ધતિથી યુદ્ધના ધોરણે આ લાઇનોને ખૂબ જ ઝડપથી પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાવર ગ્રીડનાં ૧૫૬ વીજ કર્મચારીઓ દ્વારા સ્થળ પર પહોંચી જઇને કામગીરી શરૂ કરવામાં આવી છે. અન્ય ૧૦૦ વીજ કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા માલદા કલકત્તાથી વિમાન માર્ગે સ્થળ પર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.આ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ઉર્જોમંત્રી શ્રી એ આભાર વ્યકત કર્યો છે.
મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, જાફરાબાદ ખાતેની ૬૬ કે.વી. લાઇન અદાણીના સહયોગથી ઝડપથી પૂર્વવત થશે. અદાણી દ્વારા ૬૬ કે.વી. કંસારી – સામતેર – ટીંબીના ૪૬ ડી.પી. અને ૦૨ ટાવરની કામગીરી, કંસારી – ઉનાની ૧૫ ડી.પી. તથા સાવરકુંડલા – જાફરાબાદના ૧૦ ટાવરની કામગીરી હાથ ધરવામાં આવી છે. તદુપરાંત અદાણી દ્વારા ૨૨૦ કે.વી. લાઇન સાવરકુંડલા-જીપીપીએલના ૨૫ ટાવરના પુનઃ સ્થાપનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. મે.સ્ટરલાઇટ કંપનીને ૬૬ કે.વી. કંસારી – દાંડીના ૦૪ ટાવર, ૬૬ કે.વી. કંસારી – મોનોસ્ટીલના ૦૮ ટાવર અને ૬૬ કે.વી. ધોકડવા – રબારીકાની ૧૨ ડી.પી.નું તથા મે. બી એન્ડ સી ને ૬૬ કે.વી. ધોકડવા – નવા ઉગલાની ૦૯ ડી.પી. તથા નવા ઉગલા – ગીર ગઢડાની ૧૦ ડી.પી.નું કામ સોંપવામાં આવ્યું છે. ભારત સરકારની મદદથી અન્ય રાજ્યોમાં કામ કરતી ૬૬ કે.વી.ની એજન્સીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે જેથી આ એજન્સીઓના સહયોગથી ખોરવાયેલ વીજ વિતરણ વ્યવ્સ્થાને ઝડપથી પુનસ્થાપિત કરી શકાય
Recent Comments