અમરેલી

તાજેતરમાં અમરેલી તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી થયેલ નુકશાનીનો તત્કાળ સર્વે કરાવી વળતર આપવા બાબત : મનીષ ભંડેરી

તાજેતરમાં જ અમરેલી તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી અમરેલી તાલુકાનાં ખેડૂતોને ઉનાળું પાકમાં વ્યાપક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોના કાચા મકાનોને પણ મોટા પાયે નુકશાની થઈ છે, તો ગુજરાત રાજય સરકાર ખેડુતો અને લોકો પ્રત્યે સંવેદના દાખવીને કુદરતી આફતરૂપી કમોસમી વરસાદ અને વાવાઝોડાથી થયેલ નુકશાનીમાંથી ખેડુતો અને લોકોને ઉગારવા માટે તત્કાળ સર્વે કરાવી અને નુકશાનીનું વળતર ચૂકવવા માટે આપની કક્ષાએથી આદેશ આપવામાં આવે તેવી આપ સાહેબશ્રીને વિનંતી સહ ભલામણ કરું છું.

Related Posts