તાપસી પન્નુ ભવિષ્યમાં સ્પોટ્ર્સ રિલેટેડ ફિલ્મો નહિ કરવાનો નિર્ણય લીધો

વર્સેટાઈલ એક્ટ્રેસ તાપસી પન્નુ લગભગ દરેક જાેનરની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે અને તેની અદાકારીથી દેશભરમાં કરોડો ફેન્સને દીવાના બનાવ્યા છે. તાપસીએ તેના કરિયરમાં અનેક સ્પોર્ટ્સ ફિલ્મોનો હિસ્સો બની છે. જેમાં રશ્મિ રોકેટ, સૂરમા, સાંઢ કી આંખ અને તેની આગામી રિલીઝ મીઠ્ઠુ સામેલ છે. તાપસી સ્પોર્ટ્સ ફિલ્મો કરીને કંટાળી છે. તેની આવનારી ફિલ્મ મીઠ્ઠુના શૂટિંગ દરમિયાન તેણે નક્કી કરી લીધું છે કે તે હવે કોઈપણ પ્રકારની સ્પોર્ટ્સ ફિલ્મનો હિસ્સો નહિ બને. તાપસીએ કહ્યું હતું કે, મીઠ્ઠુ ના શૂટિંગ દરમિયાન એક સમય એવો પણ આવ્યો જયારે હું ભૂલી ગઈ હતી કે હું એક્ટ્રેસ છું. એક પછી એક મેં એટલી બધી સ્પોર્ટ્સ ફિલ્મો કરી લીધી છે. આ પાછળનું એક કારણ એ પણ છે કે,
એક્ટિંગ પછી સ્પોર્ટ્સ મારી બીજી પ્રાયોરિટી છે. હું બાળપણથી જ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં એક્ટિવ રહી છું. મેં મારી લાઈફમાં બેડમિન્ટન, વોલીબોલ સહિતની અનેક ગેમ્સ રમી છે. આ કારણે મારે સ્પોર્ટ્સ બેઝડ ફિલ્મ કરતી વકહ્તે વધુ મહેનત નથી કરવી પડતી. આ કારણે જ મને લાગે છે કે, ફિલ્મ મેકર્સ આવી ફિલ્મો માટે મને એપ્રોચ કરે છે પરંતુ હવે, મેં નક્કી કરી લીધું છે કે, હું હવે સ્પોર્ટ્સ સબ્જેક્ટ ધરાવતી ફિલ્મોનો હિસ્સો નહિ બનું. તાપસી પન્નુ તેના કરિયરને એક નવી દિશા આપવાઈ તૈયારી કરી રહી છે. બીજી તરફ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજના ૨૩ વર્ષની કારકિર્દી અને જીવન સંઘર્ષ પર આધારિત ફિલ્મ ‘મીઠ્ઠુ’ આગામી ૧૫ જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે.
Recent Comments