fbpx
ગુજરાત

તાપીના તોરંદામાં આગ લાગતા શેરડીનો પાક ખાક થયો


કુકરમુંડાના તોરંદા ગામની સીમા વિસ્તારમાં જમીન ધરાવતા ખેડૂતો જેવા કે હોલ્યાભાઇ રોતુંભાઇ પાડવી,જેઓના સર્વે નંબર ૨૬,વાળી આશરે ૪,એકર જમીનમાં શેરડીઓ પાકો આવેલ છે. તેમજ રેમુભાઇ દેવજીભાઇ પાડવી, જેઓના સર્વે નંબર ૧૫, વાળી આશરે ૮, એકર જમીનમાં શેરડીનો ઉભો પાક આવેલ છે. ઇનાભાઇ આમશ્યાભાઇ વળવી,જેઓ ના સર્વે નંબર ૩૫,વાળી આશરે ૪ એકર જમીનમાં શેરડીનો ઉભો પાક આવેલ છે રમેશભાઇ આમશ્યાભાઇ વળવી, જેઓના ૩૪, વાળી આશરે ૪, એકર જમીનમાં શેરડીનો ઉભો પાક આવેલ છે તેમજ નરેન્દ્રભાઇ ફત્તુભાઇ વળવીના આશરે ૩, એકર જમીનમાં શેરડીઓ પાક આવેલ છે. આ પાંચ ખેડૂતોઓના આશરે ૨૩, એકરમાં આવેલ શેરડી ના ઉભા પાકમાં આગ લગતા લાખોનું નુકશાન થયુ હોવા અંગે જાણવા મળેલ છે. તોરંદા ગામની સીમમાં આવેલ શેરડીના ઉભા પાકોમાં ડી.જી.વી.સી.એલ ના તારોમાં શર્ટસર્કિટ થવાથી આગ લાગી હોવા અંગેની ચર્ચાઓ સ્થાનિક ખેડૂતો માં જાેરશોરથી થઇ રહી છે. કુકરમુંડા તાલુકામાં ઘણીવાર ખેડૂતોઓના ખેતરોમાં આવેલ શેરડીના ઉભા પાકો માં ડી.જી.વી.સી.એલ ના જીવંત વીજતારોમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગવાની ઘટનાઓ બની ગઈ છે.જેથી ખેડૂતો ઓને લાખોનું નુકશાન વેઠવું પડે છે. ગત રોજના પણ તોરંદા ગામની સીમ માં પાંચ ખેડૂતોઓની આશરે ૨૩, એકર જમીનમાં આવેલ શેરડીના ઉભા પાકમાં આગ લગાવની ઘટના સામે આવી છે.જેમાં ખેડૂતોને મોટું નુકશાન થયુ હોવાની ચર્ચા સ્થાનિક ખેડૂતોમાં થઇ રહી છે.તાપીના છેવાડાના કુકરમુંડા તાલુકામાં આવેલ તોરંદા ગામની સીમમાં શેરડીના ઉભા પાકોમાં આગ લાગવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. તોરંદા ગામની સીમમાં આવેલ પાંચ જેટલાં ખેડૂતોઓની આશરે ૨૩ એકર જમીનમાં આવેલ શેરડીના ઉભા પાકમાં આગ લાગી હતી. જેમાં ખેડૂતોને મોટું નુકશાન થયુ હોવા અંગે ખેડૂતોઓ પાસેથી જાણવા મળેલ છે.

Follow Me:

Related Posts