ગુજરાત

તાપીમાં ચાર વર્ષીય બાળકીનો દીપડાએ ભોગ લીધો

તાપી જિલ્લામાંથી એક હ્‌ર્દયદ્રાવક ઘટના સામે આવી હતી જેમાં, એક નાની ચાર વર્ષીય બાળકીનો દીપડાએ ભોગ લીધો હતો. કુકરમુંડાના પિશાવર ગામની સીમમાં આ કરુણ ઘટના બનવા પામી હતી. બાજરાના ખેતરમાંથી દીપડો નાની બાળકીને ખેંચી ગયો હતો. આ રીતે બાળકને દીપડો ખેંચી જતાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. આ ચાર વર્ષની બાળકી નું નામ દિવ્યાશી પાડવી હતું, આ બાળકીના મૃત્યુ ના સમાચાર આવતાજ આખા ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો. દીપડાના હુમલો વનવિભાગ માટે એક ચિંતાનો વિષય છે. વનવિભાગે તરત જ દીપડાને પકડવા માટેની તજવીજ આરંભી હતી. દીપડાના હુમલાના લીધે ગામના લોકોમાં ચિંતાનું વાતાવરણ ફેલાઈ ગયું છે. હવે કોઈપણ આગામી સમયમાં તેમના બાળકને ખેતરમાં આ રીતે છૂટુ રમવા દે કે કેમ તેની સામે સવાલ છે.

Related Posts