ગુજરાત

તાપીમાં ડાંગરની કાપણી બાબતમાં બોલાચાલી થતાં પુત્રએ પિતાને લોખંડનો સળિયો મારી મોતને ઘાટ ઉતાયૌ

સળિયા વડે માથાના ભાગે જીવલેણ ઘા ઝીંકી ને ભાગી છૂટયો એક પિતા માટે સૌથી વ્હાલું સંતાન હોય છે અને પોતાના સંતાનના ભવિષ્યની ચિંતા ખાસ કરીને પિતા કરતા હોય છે. પરંતુ એજ પિતા માટે પોતાનો પુત્ર જ કાળ બનીને આવશે તેવુ પિતા એ ક્યારે વિચાર્યું ન હોય આવી જ ઘટના બની છે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામે જ્યાં સગા પુત્રએ સગા બાપને માથાના ભાગે લોખંડના સળિયા વડે હુમલો કરી મોત ને ઘાટ ઉતારી પલાયન થઈ ગયો હતો. પરંતુ પોલીસે હત્યારા પુત્રને ગણતરી દિવસોમાં પકડી જેલના સળિયા ગણતો કરી દીધો.સમગ્ર ઘટનાને લઇ તાપીના ડીવાયએસપી પ્રમોદ નરવડેએ જણાવ્યું હતુ કે ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામે હોળી ફળિયામાં પોતાના પરિવાર સાથે રહેતા શિવાજીભાઈ વસાવા અને તેમને પુત્ર હરપાલ વસાવા વચ્ચે ડાંગરની કાપણીના કામ બાબતે પુત્રને મદદ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

આ સમાન્ય બાબતે પિતા અને પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.જેની અદાવત રાખીને પુત્ર હરપાલ વસાવા એ પોતાના પિતા પર લોખંડના સળિયા વડે માથાના ભાગે જીવલેણ ઘા ઝીંકી ને ભાગી છૂટયો હતો. બાદમાં પરિવારજનો દ્વારા ઘાયલ પિતાને સારવાર માટે ઉચ્છલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પિતા શિવાજીભાઈનું અવસાન થયું હતું. સમગ્ર મામલે ઉચ્છલ પોલીસે પરિવારજનોની ફરિયાદ લઈ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.વધુ એક વાર તાપી જિલ્લામાં સંબંધોની હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. જ્યાં એક સગા પુત્રએ પોતાના પિતાને મોતને ઘાટ ઉતાર્યો છે. ત્યારે સામાન્ય બાબતે થયેલ બોલાચાલીમાં આવેશમાં આવીને કોઈ કોઈની હત્યા કરતાં પણ ખચકાતું નથી, ત્યારે આવા કિસ્સાઓ એ આવનારા સમય માટે સમાજ માટે લાલ બત્તી સમાન છે.

Related Posts