તાપી જી.ના સોનગઢ મુકામે દસનામ સમાજના સમાધીસ્થાનના નવીનકરણ. માટે ખાતમુહુર્ત કરાયુ….૮ ઓક્ટોબર તાપી જીલ્લા ના સોનગઢ દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખશ્રી જશવંતગીરી ગોસ્વામી ઉપપ્રમુખ બલરામગીરી ગોસ્વામી મંત્રી હિંમતગીરી ગોસ્વામી તેમજ સર્વ સમાજના વડીલો અને સમાજના ભાઇઓ દ્વારા નગર પાલિકા સોનગઢ દસનામ સમાજના સમાધીસ્થાન સ્મશાન ભૂમિના નવિનિકરણ માટે માગણી કરવામા આવેલ જે અરજીને ધ્યાને લઈ માંગણી મંજુર કરી સોનગઢ નગરપાલીકા દ્વારા આજ રોજ સમાધીસ્થાન સ્મશાનભૂમિના નવિનિકરણ કાર્ય માટે નગર પાલિકા પ્રમુખશ્રી ટપુભાઈ ભરવાડના વરદ હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું તે સમયે સોનગઢ નગર પાલિકા ઉપપ્રમુખ તેમજ ચીફ ઓફિસર સાથે નગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ, તમામ મોરચા ના હોદ્દેદારશ્રીઓ ન.પા ના માજી સભ્યશ્રીઓ અને કાર્યકતા ઓએ આ ખાતમહૂર્તના કાર્યક્રમ માં હાજરી આપી હતી.ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ,ઉપપ્રમુખ ભાવનાબેન ગામીત,કારોબારી સમિતિ અધ્યક્ષ નિખિલભાઈ શેઠ, બાંધકામ સમિતિ અધ્યક્ષ અમિતભાઈ અગ્રવાલ,પાણી પુરવઠા સમિતિ અધ્યક્ષ કૌશિકભાઈ કેદાર,ગટર સમિતિ અધ્યક્ષ અશોકભાઈ રાણા તથા સર્વે સભ્યો તેમજ સોનગઢ દસનામ સમાજના હોદેદારો તેમજ ભાઇઓ ઉપસ્થિતિ રહયા હતા અને નગરપાલિકા સોનગઢ નો આભાર વ્યક્ત કર્યો હતો
તાપી ના સોનગઢ મુકામે દશનામ સમાજના સમાધી સ્થાનના નવીનકરણનું પાલિકા પ્રમુખના હસ્તે ખાતમુહુર્ત કરાયુ


















Recent Comments