નાના પરદાના સૌથી લોકપ્રિય ટીવી શોમાંથી એક ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ હવે એનિમેટેડ અંદાજમાં આવી રહ્યો છે. ૨૮ જુલાઈ, ૨૦૦૮ના રોજ શોનો પહેલો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો આ ૧૩ વર્ષમાં શોના ૩૧૨૫ એપિસોડ પ્રસારિત થઈ ચૂક્યા છે. તારક મહેતા એક ફેમિલી એન્ટરટેઈનમેન્ટ શો છે. જેને દર્શકો ખુબ જ પસંદ કરે છે. અને હવે આ શોને એનિમેટેડ અંદાજમાં બાળકોની ચેનલ સોની યે! લાવવામાં આવી રહ્યો છે.
ચેનલના શોના પ્રોમો વીડિયો રિલીઝ કરવામાં આવ્યા છે. જેમાં તેના મુખ્ય પાત્રોની ઝલક બતાવવામાં આવી છે. કાર્ટૂન શોમાં પણ જેઠાલાલ, દયાબેન, ટપ્પુ અને બાપૂજી જેવા લોકપ્રિય કલાકારોને જગ્યા આપવામાં આવી છે જે મૂળ શોની જાન છે.
સોની યેના ઈંસ્ટાગ્રામ ઉપર પ્રોમો રિલીઝ કરતા નિર્માતાએ લખ્યું, અમારા બ્રાન્ડ ન્યૂ શોથી ટપ્પૂનો લૂક રિલીઝ કરતા અમે ખુબ જ ઉત્સાહિત છીએ. જલદીથી આવી રહ્યો છે. ચાહકોમાં આ શોને લઈને ખુબ જ ઉત્સાહ છે. કાર્ટૂન શો બાળકો માટે બાળકોની ચેનલ પર લાવવામાં આવી રહ્યો છે એટલા માટે આશા છે કરવામાં આવી રહી છે કે ટપ્પૂના પાત્રને થોડું વધારે મહત્વ આપવામાં આવશે. પરંતુ પ્રોમોમાં જેઠાલાલના સમગ્ર પરિવારને બતાવવામાં આવ્યો છે.
નાના પરદા ઉપર લાંબા સમયથી ગોકુળધામ સોસાયટીના લોકો દર્શકોનું મનોરંજન કરી રહ્યા હતા અને હવે આ જ મનોરંજન દર્શકોને જલદીથી એનિમેટેડ અંદાજમાં જાેવા મળશે. દરેક પાત્રોને મેચ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
શોના પ્રોમોથી એપિસોડનો અંદાજ લગાવી શકાય છે કે એનિમેટેડ અવતાર ટપ્પૂ અને તેમના પરિવારની આસપાસ રહેશે. જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા શોના લીડ એક્ટર દિલીપ જાેશીએ કહ્યું, સમયની સાથે શોની રાઈટિંગને થોડો માર પડ્યો છે. તેમણે કહ્યું, છેલ્લા કેટલાક એપિસોડ હ્યુમરના હિસાબે તેમની આશા મુજબ નથી રહ્યા. દિલીપે કહ્યું, જ્યારે તમે ક્વોંટિટી જાેઈ રહ્યા છો તો ક્યાંય ને ક્યાંય ક્વોલિટીને અસર થાય છે.
Recent Comments