તારક મહેતાના જેઠાલાલનો જન્મદિવસે તેમની સફળ કારકિદીને યાદ કરાઈ
દિલીપ જાેશી આજે ટેલિવિઝનના પ્રખ્યાત અભિનેતા છે. ટીવી સિવાય તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. દિલીપને પ્રસિદ્ધિ મળી અને પૈસા કમાયા, પણ વર્ષો પહેલા એવું નહોતું. આજે એક એપિસોડ માટે લાખો રૂપિયા લેનાર દિલીપ જાેશી એક સમયે માત્ર ૫૦ રૂપિયામાં કામ કરવા તૈયાર થઈ જતા હતા. પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા દિલીપ જાેશીએ બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. આ માટે તેને દરરોજ માત્ર ૫૦ રૂપિયા મળતા હતા. દિલીપ જ્યારે ભારે સંઘર્ષ બાદ મુંબઈ પહોંચ્યો ત્યારે તેણે કામ મેળવવા માટે ઘણી મહેનત કરી. તેણીએ ૧૯૮૯માં સલમાન ખાન અને ભાગ્યશ્રી અભિનીત ફિલ્મ મૈંને પ્યાર કિયાથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં રામુ નામના પાત્રની નાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ પછી દિલીપ જાેશીને કામ મળવા લાગ્યું. ‘હમરાજ’, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘ખિલાડી ૪૨૦’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. આ દરમિયાન ટીવી શોમાં પણ કામ કરતા રહ્યાં. પરંતુ દિલીપ જાેશીને અસલી ઓળખ ત્યારે મળી જ્યારે તેમને વર્ષ ૨૦૦૮માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ મળ્યું.
આ પછી તેમની સફળતા વિશે કોઈને કહેવાની જરૂર નથી. આજની તારીખમાં, તે આ શોના સૌથી પ્રિય કલાકાર છે. દિલીપ એટલાં મજેદાર કલાકાર છે કે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું નામ ‘મા કસમ દિલીપ જાેશી’ રાખ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલીપ જાેશી જેઠાલાલની ભૂમિકા ભજવવા માટે એક એપિસોડના દોઢથી બે લાખ રૂપિયા લે છે. દિલીપની કુલ સંપત્તિ ૨૦ કરોડથી વધુ છે. લગભગ ૮૦ લાખની કિંમતની છેઙ્ઘૈ ઊ૭ કારના માલિક દિલીપને લક્ઝરી વાહનોનો ખૂબ જ શોખ છે. દિલીપ જાેશીના અંગત જીવનની વાત કરીએ તો તેમની પત્નીનું નામ જયમાલા જાેશી છે. એક પુત્ર રિત્વિક જાેશી અને પુત્રી નીતિ જાેષી છે જેનાં લગ્ન થોડા સમય પહેલાં જ થયા છે.દિલીપ જાેશીને લોકો જેઠાલાલનાં નામેથી વધુ ઓળખે છે. લાંબા સમયથી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરી ઘરે ઘરે ‘જેઠાલાલ ચંપકલાલ ગડા’નાં નામે પ્રખ્યા દિલીપ જાેશીનો જન્મ ૨૬ મે ૧૯૬૮માં ગુજરાતનાં પોરબંદરમાં થયો હતો. આ કોમેડી સીરિયલથી દિલીપ જાેશીનું ખુબજ નામ થયું. એક દાયકાથી પણ વધુ સમયથી ચાલી રહેલી આ કોમેડી ટીવી શોનો સાથ દર્શકો સાથે દિવસે દિવસે વધુ ગાઢ બનતો જઇ રહ્યો છે.
Recent Comments