બોલિવૂડ

“તારક મહેતા”શોની જેનીફર મિસ્ત્રીએ જણાવી અસિત મોદીની કરતૂત

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પાછલા ઘણા સમયથી સતત વિવાદોમાં છે. પાછલા મહિને શોની રોશન ભાભી એટલે કે રોશન કૌર સોઢી એટલે કે જેનિફર મિસ્ત્રીએ શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી પર સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો અને શોને અલવિદા કહી દીધું હતું. તે બાદ તે સતત અસિત કુમાર પર નિશાન સાધી રહી છે. હવે તેણે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે સિંગાપુરમાં કેવી રીતે અસિત કુમાર મોદીએ તેના હોઠ પર કિસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેણે દાવો પણ કર્યો કે અસિત કુમાર મોદીએ ‘તારક મહેતા…’માં નટ્ટુ કારાનો રોલ કરનાર ઘનશ્યામ નાયકનું હેરેસમેન્ટ પણ કર્યુ હતું. જેનિફર મિસ્ત્રીએ સિંગાપોરની ઘટનાને યાદ કરીઃ જેનિફરે કહ્યું, “૭ માર્ચ, ૨૦૧૯ના રોજ મારી એનિવર્સરી હતી. ૮ માર્ચે તેણે કહ્યું, હવે તમારી એનિવર્સરી પૂરી થઈ ગઈ છે. હવે તો કોઈ ગિલ્ટ નથી. આવી જાઓ રૂમમાં વ્હિસ્કી પીએ. મેં તેને ઇગ્નોર કરી દીધો. બીજા દિવસે ફરીથી તેણે કહ્યું. તું એકલી રૂમમાં શું કરે છે. તારી રૂમ પાર્ટનર તો જતી રહે છે. ચાલો વ્હિસ્કી પીએ. ત્યારે પણ મેં તેને ઇગ્નોર કરી દીધો હતો. ત્રીજા દિવસે તે એકદમથી મારી સામે આવ્યો અને બોલ્યો, ‘તારા હોઠ બહુ સરસ છે. લાગે છે પકડીને કિસ કરી લઉં.’ આ સાંભળીને હું ધ્રુજી ઉઠી.

જેનિફરના જણાવ્યા અનુસાર, તેણે આ વિશે તેના ત્રણ કલીગ્સને કહ્યું, જેમાંથી એક સાંભળીને ચૂપચાપ ચાલ્યો ગયો. અન્ય એકે મજાકમાં અસિત મોદીને જેનિફર પાસે આવતા અટકાવ્યા. કારણ કે તે સામે આવીને કશું કરી શકતો ન હતો. પરંતુ ત્રીજા કલીગે અસિત મોદી પર બૂમો પાડી, જેનાથી તે ખરાબ રીતે ડરી ગયો. જેનિફરે ‘્‌સ્ર્દ્ભંઝ્ર’ છોડવાનું મન બનાવ્યુંઃ જેનિફરના જણાવ્યા અનુસાર આ ઘટના સિંગાપોરમાં બની હતી. ત્યાંથી પરત ફર્યા બાદ તેણે તેના ઓપરેશન હેડ સોહેલ રામાણી સાથે શો છોડવાની વાત કરી હતી. પરંતુ તેણે તેને કહ્યું કે જાે તે શો છોડી દેશે તો તેનું ૪ મહિનાનું પેમેન્ટ અટવાઇ જશે. જેનિફરે કહ્યું કે તેણે શો મેકર્સની શરતો પર છોડવો પડ્યો. તેણે ૬ મહિના વધુ કામ કરવું પડ્યું. જેનિફરે એ પણ જણાવ્યું કે આ બધા સિવાય તેને શોના સેટ પર ઘણા પ્રકારના માનસિક ત્રાસનો સામનો કરવો પડ્યો છે. તેમના કહેવા પ્રમાણે, ઘણી વખત અગાઉથી રજા લીધી હોવા છતાં તેમના અડધા દિવસનો પગાર કાપી લેવામાં આવ્યો હતો. ઘનશ્યામ નાયકના હેરેસમેન્ટ અંગે જેનિફર મિસ્ત્રીએ કહ્યું કે, નટુ કાકાને પણ ખૂબ પરેશાન કરવામાં આવ્યા હતાં. આ કહેતાં તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેણે આ દરમિયાન તેના નાના ભાઈના નિધન વિશે પણ જણાવ્યું અને ભાવુક થઈને કહ્યું કે જ્યારે તેનો ભાઈ વેન્ટિલેટર પર હતો ત્યારે પણ તેને સેટ પરથી જવા દેવામાં આવી ન હતી.

Related Posts