‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો હસાવવાની સાથે સામાજીક મુદાને પણ સામે લાવવાનું કામ કરે છે. શોની શાનદાર જર્ની પર શોના ડાયરેક્ટર માલવા રાજદાએ ઈન્સ્ટાગ્રામ પર કેકની તસવીર શેર કરી શોના ૧૫મા વર્ષની ખુશી વ્યક્ત કરી છે. શોના શાનદાર સફર માટે દરેક એક દર્શકનો આભાર વ્યક્ત કર્યો છે. માલવ રાજદાની પોસ્ટ પર દર્શકો આખી ટીમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. જ્યારે ઘણા દર્શકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક સેલિબ્રેશનની તસવીરની માગ કરી રહ્યા છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ઓફિશિયલ ટિ્વટર હેન્ડલ પર શો સાથે જાેડાયેલા કલાકારોનો સુંદર ગ્રુપ ફોટો શેર કરવામાં આવ્યો છે. તેની વચ્ચે લખવામાં આવ્યું છે. ‘સેલિબ્રેટિંગ ૧૪ વર્ષ. ઘણો બધો પ્રેમ’. આ તસવીરમાં બધા પોતાના અનોખા અંદાજમાં જાેવા મળી રહ્યા છે. આ તસવીરને શેર કરીને કેપ્શનમાં લખ્યું છે, ‘ગોકુલધામ મિની ઈન્ડિયા છે, પ્રેમ અને તકરારના ૧૪ વર્ષ આજે પૂરા થયા. વર્ષ ૨૦૦૮થી ભારતને હસાવી રહ્યા છે.’ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના આ શાનદાર સફર પર દર્શકોએ પ્રેમ વ્યક્ત કર્યો છે.
ટીવીના ફેવરેટ શોના ૧૪ વર્ષ પૂરા થવા પર ઘણા દર્શકો આખી ટીમને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને સતત મનોરંજન કરાવવા માટે મેકર્સ અને એક્ટર્સનો આભાર માન્યો. વિશ્વના સૌથી લાંબા સમય સુધી ચાલનારા શોમાં સામેલ છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ તાજેતરમાં ૩૫૦૦ એપિસોડ પૂરા થવા પર સેલિબ્રેશન કર્યું હતું.‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ૨૮ જુલાઈ ૨૦૦૮થી સતત દર્શકોને હસાવી રહ્યો છે. છેલ્લા ૧૪ વર્ષથી પોતાના અંદાજમાં દર્શકોનું મનોરંજન કરતો આ શો દર્શકોની વચ્ચે ઘણો પોપ્યુલર છે. આ શોને છેલ્લા ૧૪ વર્ષમાં ઘણા કલાકારોએ અલવિદા કહી દીધું છે અને કેટલાકે શોનો સાથ છોડી દીધો, પરંતુ દરેક પાત્ર દર્શકોની વચ્ચે ફેમસ છે. એટલા માટે મેકર્સે આ કોમેડી શોના ૧૪ વર્ષ પૂરા થવા પર ગોકુલધામને મિની ઈન્ડિયાનું નામ આપી દીધું.
Recent Comments