તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી પર સૌથી વધારે લાંબા સમય સુધી ચાલનાર શો છે. આ શો વર્ષ ૨૦૦૮થી ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના તમામ પાત્ર ચાહકોને ખુબ પસંદ આવે છે પરંતુ કેટલાક એવા પણ સ્ટાર છે, જે આ શો છોડી ચાલ્યા ગયા છે. કેટલીક વખત સોશિયલ મીડિયા પર અભિનેતાઓને લઈ અફવાઓ પણ આવતી હોય છે. હવે શોના આત્મારામ ભીડેને લઈ એક સમાચાર સામે આવ્યા છે કે, તે આ શો છોડી રહ્યા છે. આ અફવાની સ્પષ્ટતા ખુદ અભિનેતા ભીડે માસ્ટરે કરી છે. યુટ્યુબ પર આત્મારામનું પાત્ર નિભાવનાર મંદાર ચંદવાદકરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેતા હાથ જાેડતો ફોટો જાેવા મળી રહ્યા છે.તેના પર લખ્યું છે કે, તે મેકર્સનો પર્દાફાશ કરી રહ્યો છે અને તેમણે આ શો છોડી દીધો છે. આ વીડિયો બાદ મંદારે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં આ અફવાને ખોટી ગણાવી છે.
મંદાર ચંદવાદકરે જે વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં કહ્યું નમસ્કાર ચાહકો સૌથી પહેલા સૌ કોઈને જન્માષ્ટમીની શુભકામના, આ વીડિયો જશ્ન વિશે નથી પરંતુ હું કાંઈ અન્ય વાત કરવા માંગુ છુ. મોટાભાગના લોકોએ આ વીડિયો જાેયો છે. જેના પર થમ્બનેલ લાગ્યા છે. ગોલીને બહાર કરવામાં આવ્યો, આજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સચ્ચાઈ કહી દઈશ. દયા ભાભી નહિ આવે તો હું પણ શો છોડી દઈશ. આ વીડિયો જાેઈ મને પણ આશ્ચર્ય થયું અને દુખ થયું. કેવી રીતે લોકો સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. આ બધું માત્ર અફવા છે. વીડિયો પોસ્ટ કરી અભિનેતાએ કૈપ્શનમાં લખ્યું પ્લીઝ અફવાઓમાં વિશ્વાસ ના કરો અને પ્લીઝ આવી અફવાઓ ન ફેલાવો. તારક મહેતા કા ઉલ્ટા ચસ્મા શો વર્ષ ૨૦૦૮થી ચાહકોનું મનોરંજન કરી રહ્યું છે. આવનાર વર્ષોમાં પણ આવું જ મનોરંજન કરતા રહેશે.
Recent Comments