કોમેડી ટીવી સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વર્ષ ૨૦૦૮ થી પ્રસારિત થઈ રહી છે અને હજુ પણ દર્શકોને ખૂબ પસંદ છે. આ ટીવી સિરિયલમાં દિલીપ જાેશી ‘જેઠાલાલ’ તરીકે, અમિત ભટ્ટ ‘બાપુજી તરીકે અને મુનમુન દત્તા ”બબીતા ??જી તરીકે મુખ્ય ભૂમિકામાં જાેવા મળે છે. તેમજ ‘દયાબેન’ બનેલી દિશા વાકાણી પણ જબરદસ્ત ફેન ફોલોઇંગ ધરાવે છે. જાેકે, એક્ટ્રેસ વર્ષ ૨૦૧૭થી મેટરનિટી લીવ પર ગયા બાદ આ સીરિયલનો ભાગ નથી રહી. જાેકે, આજે અમે તમને શો સાથે જાેડાયેલા મજેદાર ફેક્ટ વિશે જણાવી રહ્યા છીએ જે દિલીપ જાેશી સાથે જાેડાયેલા છે.
મીડિયા રિપોર્ટ્સની માનીએ તો ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સની પહેલી પસંદ દિલીપ જાેશી નહીં પણ રાજપાલ યાદવ હતાં. જી હાં, રાજપાલને સીરિયલમા મેકર્સે અપ્રોચ કર્યો હતો પણ અમુક કારણોસર વાત બની શકી નહતી. હકીકતમાં, રાજપાલ યાદ ફક્ત તે જ રોલ કરવા માંગતા હતાં જે ખાસ કરીને તેમને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો હોય. રાજપાલ યાદવના ના કહેવા પ્રમાણે જેઠાલાલનું પાત્ર દિલીપ જાેશીને ઓફર કરવામાં આવ્યો હતો અમે આ રોલ ભજવીને તે આજે ઘરે-ઘરે ફેમસ થઈ ચુક્યા છે.
એવામાં રાજપાલ યાદવથી એક ઈન્ટરવ્યુમાં પણ એ પુછવામાં આવ્યુ હગતું કે તેમણે આ રોલ નકારવાનો અફસોસ તો થતો હશે ને ત્યારે તેમણે કહ્યુ- ના મને કોઈ પછતાવો નથી. તમને જણાવી દઈએ કે, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ઓફર થયા પહેલા દિલીપ જાેશી બેરોજગાર હતાં. એક્ટરની પાસે લગભગ એક વર્ષથી કોઈ કામ નહતું. હકીકતમાં જે ટીવી સીરિયલમાં દિલીપ કામ કરી રહ્યા હતાં તે બંધ થઈ ગયુ હતું જ્યારબાદ તેમને ઘરે બેસવું પડ્યુ હતું. જાેકે, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ઓફર થતાં તેમની કિસ્મતમા દરવાજા ખુલી ગયા હતાં.
Recent Comments