તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવો શો છે જે વર્ષોથી લોકોને પોતાની સાથે જાેડી રાખે છે. શોના મેકર્સ નવા ટિ્વસ્ટની સાથે ફેન્સને નવી-નવી અપડેટ આપતા રહેતા હોય છે. આ વખતે શોમાં એક જાેરદાર ટિ્વસ્ટ આવવાનો છે. શોમાં ફરી એક વાર ખુશીનો માહોલ જાેવા મળશે. આમ, તમે વિચારી રહ્યા છો કે દયાબેનની એન્ટ્રી થવાની છે તો એવું નથી. ફરી એક વાર પોપટલાલની નવી જીંદગીમાં દુલ્હનની એન્ટ્રી થવાની છે. પોપટલાલના ઘરે ઢોલ વાગશે. એવું લાગી રહ્યુ છે કે પોપટલાલ લગ્ન કરવા માટે ઘોડી પર ચઢશો તો આ સાથે મહિલા મંડળીમાં એક નવા સભ્યની એન્ટ્રી થશે.
‘તારક મહેતા..’શોમાં બતાવવામાં આવશે કે પોપટલાલને ફરી એક વાર પ્રેમ થશે. પોપટલાલના દિલમાં પ્રેમનું ગિટાર વાગશે અને લાઇફમાં લેડીલવની એન્ટ્રી થશે. મેકર્સ દ્રારા પ્રોમો રિલીઝ થયા પછી એવું લાગી રહ્યુ છે કે પોપટલાલે જેની વર્ષોથી રાહત જાેઇ રહ્યા છે એ હવે ખતમ થઇ જશે અને એમની ઇચ્છા પૂરી થઇ જશે. પોપટલાલનું સપનું પણ પૂરુ થઇ જશે. મળતી માહિતી અનુસાર શોમાં એક્ટ્રેસ પૂજા ભારતી શર્માની એન્ટ્રી થઇ રહી છે. શોમાં એક કેમિયો રોલ કરતી જાેવા મળશે. આ ભૂમિકામાં એનું નામ અનોખી છે. પોપટલાલ અને અનોખીની મુલાકાત પ્રોમોમાં જાેવા મળી રહી છે. અનોખીને જાેતા પોપટલાલ એના દિવાના થઇ જાય છે.
અનોખી પણ પોપટલાલની આંખોમાં ડૂબી જાય છે. પોપટલાલ અને અનોખીની આ મુલાકાત મોલમાં થાય છે. આ પ્રોમો જાેયા પછી ફેન્સ સુપર એક્સાઇટેડ થઇ ગયા છે. ફેન્સ હવે પોપટલાલના લગ્નની રાહ જાેઇ રહ્યા છે. જાે કે આવું પહેલી વાર નથી થયુ કે શોમાં પોપટલાલના લગ્નનો માહોલ જાેવા મળ્યો. ઘણી વાર તો લગ્નના મંડપ સુધી પણ વાત પહોંચી ગઇ હોય, પરંતુ કોઇને કોઇ રીતે પોપટલાલની સગાઇ તૂટી જતી હોય છે. જાે કે આ વખતે શું થશે એ હવે જાેવાનું રહ્યું. આ સમયે પોપટલાલના લગ્ન નહીં થાય તો ફેન્સને અનેક ઘણું દુખ થશે.
Recent Comments