બોલિવૂડ

‘તારક મહેતા…’ શોમાં ‘પોપટલાલ’ની દુલ્હનિયા બનશે રીટા રિપોર્ટર?!..

જીછમ્ ટીવીના પોપ્યુલર ટેલિવિઝન શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું દરેક પાત્ર લોકોના દિલમાં વસે છે. શોમાં ‘જેઠાલાલ’નો રોલ કરનાર એક્ટર દિલીપ જાેશી હોય કે ‘પોપટલાલ’ એટલે કે શ્યામ પાઠક હોય, તેમના ફેન્સની કોઈ કમી નથી. આ શો જેટલો પોપ્યુલર છે તેટલા જ તેના તમામ કલાકારો પણ ફેમસ છે. તાજેતરમાં, આનો એક નમૂનો જાેવા મળ્યો જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સે શોમાં રીટા રિપોર્ટરનો રોલ કરનાર એક્ટ્રેસ પ્રિયા આહુજાને પોપટલાલ વિશે સવાલ કર્યો. ‘તારક મહેતા’ની રીટા રિપોર્ટરને સોશિયલ મીડિયા પર ફેન્સે તેના અને પોપટલાલના લગ્ન વિશે પ્રશ્ન કર્યો હતો, જેનો તેણે ખૂબ જ મજેદાર અંદાજમાં જવાબ આપ્યો હતો.

પ્રિયા આહુજા ઉર્ફે રીટા રિપોર્ટરને તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકોએ કેટલાક એવા સવાલ પૂછ્યા હતા, જેણે એક્ટ્રેસની સાથે-સાથે બધાને પણ ચોંકાવી દીધા હતા. ખરેખર, પ્રિયા આહુજાએ ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે આસ્ક મી એનિથિંગ સેશન કર્યું હતું, જેમાં તેને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ સવાલો વચ્ચે એક એવો સવાલ હતો, જે હાલમાં સોશિયલ મીડિયા પર ઘણો લાઇમલાઇટ મેળવી રહ્યો છે. ખાસ વાત એ છે કે ફેન્સે જેટલો મજેદાર સવાલ પૂછ્યો હતો, પ્રિયાએ એટલો જ મજેદાર જવાબ પણ આપ્યો હતો. એક ફેને રીટા રિપોર્ટરને પૂછ્યું, ‘જાે ્‌સ્ર્દ્ભંઝ્રમાં તમારા લગ્ન પોપટલાલ સાથે થઇ જાય તો તમારુ રિએક્શન શું હશે?’ ફેનના આ સવાલ પર મજેદાર રિએક્શન આપતા પ્રિયાએ પોપટલાલના તકિયા કલમનો ઉપયોગ કર્યો હતો.

પ્રિયાએ સ્ટોરી પર લખ્યું, ‘કેન્સલ, કેન્સલ, કેન્સલ.’ શોમાં ઘણી વખત પોપટલાલ માટે માગા આવતા જાેવા મળે છે, પરંતુ બિચારા ગોલ્ડન ક્રો એવોર્ડ વિજેતા પત્રકારની જિંદગીમાં હજી પણ સૂનકાર છે. પોપટલાલના હજુ લગ્ન થયા નથી, પરંતુ તેના લગ્ન હંમેશા ફેન્સમાં ચર્ચામાં રહે છે. મજાની વાત એ છે કે પ્રિયા આહુજા રિયલ લાઇફમાં પરિણીત છે અને એક બાળકની માતા પણ છે. પ્રિયાએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ભૂતપૂર્વ ડિરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન કર્યા છે. એક્ટ્રેસની પુત્રીનું નામ અરદાસ છે.

બંનેની લવ સ્ટોરી શોના સેટ પર જ શરૂ થઈ હતી અને પછી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરવાનો ર્નિણય લીધો હતો. આ સેશનમાં એક ફેને પ્રિયાને બીજા બાળક વિશે પણ પૂછ્યું, જાે કે એક્ટ્રેસે વાત ટાળી દીધી. માલવ રાજદાએ થોડા સમય પહેલા જ શોના ડાયરેક્ટરનું પદ છોડી દીધું હતું. બીજી તરફ પ્રિયાના કરિયરની વાત કરીએ તો એક્ટ્રેસ વર્ષ ૨૦૦૮માં ‘તારક મહેતા’માં રીટા રિપોર્ટરનો રોલ કરીને ચર્ચામાં આવી હતી. તે સતત શો સાથે જાેડાયેલી હતી, પરંતુ વર્ષ ૨૦૧૯માં તેણે શોમાંથી બ્રેક લીધો હતો. જાેકે, આ રીટા રિપોર્ટરનું સ્થાન હજુ સુધી અન્ય કોઈ એક્ટ્રેસે લીધું નથી.

Related Posts