બોલિવૂડ

તારક મહેતા સિરીયલમાં ટપ્પુએ પણ શોને અલવિદા કહ્યું છે…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો તેમના અનોખા પાત્રો અને જબરદસ્ત કાસ્ટને કારણે દરેકનો ફેવરિટ રહે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં ઘણા કલાકારોએ શો છોડી દીધો છે. આમાંના કેટલાક પાત્રોમાં નવા ચહેરાઓ જાેવા મળી રહ્યા છે, જ્યારે કેટલાક હજી પાછા ફર્યા નથી. જેમાં દયાબેન, મહેતા સાહેબ, બાવરી, નટ્ટુ કાકા જેવા પાત્રોનો સમાવેશ થાય છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો દરેકમાં ઘરમાં જાણીતો બન્યો છે અને પારિવારિક શો બન્યો છે. આ સીરિયલને ૧૪ વર્ષ પુરા થવામાં છે, આ ૧૪ વર્ષમાં એક બાજુ આ શો સફળતાના શિખરો સર કરી રહ્યું છે, ત્યારે જાણે સીરિયલને કોઈની નજર લાગી હોય તેમ ઘણા કલાકારોએ શો છોડવાના કારણે તેની લોકપ્રિયતા પર થોડી ઘણી અસર તો જરૂર પડી છે. હવે એવી અટકળો લગાવવામાં આવી છે કે ટપ્પૂ એટલે કે રાજ અનાદકટ પણ આ શોમાંથી વિદાય લેનાર છે પરંતુ હવે આ સમાચાર લગભગ કન્ફર્મ થઈ ગયા છે. ટપ્પુનું પાત્ર ઘણા સમયથી સીરિયલમાં દેખાતું નથી. શોમાં તેનું કારણ જણાવવામાં આવી રહ્યું છે કે ટપ્પુ અભ્યાસ માટે મુંબઈની બહાર ગયો છે. પરંતુ વાસ્તવમાં એવા સમાચાર હતા કે તેણે હવે આ શોને અલવિદા કહી દીધું છે, અત્યાર સુધી માત્ર તેના અભ્યાસ પર જ વાતો કરવામાં આવી રહી હતી પરંતુ હવે સમાચાર આવ્યા છે કે રાજ અનાદકટને બોલિવૂડમાં પોતાનો રસ્તો મળી ગયો છે. તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ દ્વારા આ માહિતી આપી હતી. તે રણવીર સિંહ સાથે એક મોટા પ્રોજેક્ટમાં જાેવા મળવાનો છે, હાલમાં તે પ્રોજેક્ટ વિશે વધુ ખુલાસો થયો નથી. આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે દયાબેન, મહેતા સાહેબ પછી હવે ટપ્પુ પણ શોથી અલગ થઈ ગયો છે અને ટૂંક સમયમાં જ એક મોટા સ્ટાર્સ સાથે મોટા પડદા પર જાેવા મળશે.

Related Posts