તારક મહેતા સિરીયલમાં નટુકાકા બાદ નવા કિરદારની શોમાં એન્ટ્રી થશે
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં હાલમાં જ નટુ કાકાની એન્ટ્રી થઇ છે. ઘનશ્યામ નાયકનાં નિધન બાદથી જ આ કિરદાર જાેવા મળ્યું નથી. હવે શૉમાં પડતી અસરને જાેતા મેકર્સે ઘનશ્યામ નાયકનું રિપ્લેસમેન્ટ શોંધી કાઢ્યું છે. અને તેની શૉમાં એન્ટ્રી પણ થઇ ગઇ છે. જાેકે, હજુ સુધી શૉનાં ઘણાં એવાં અહમ કિરદાર છે જે જાેવા નથી મળી રહ્યાં લાગે છે કે, શૉમાં એક-એક કરીને બધાની વાપસી થવા જઇ રહી છે. શૉનાં નવાં પ્રોમો પ્રમાણે, એવું લાગે છે કે, આવનારા એપિસોડમાં કોઇ નવાં પાત્રની એન્ટ્રી થશે. જે જાેઇને ગોકુલધામ વાસીઓ ચૌકી જશે. પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે, ક્લબ હાઉસની બહાર કોઇ સુતુ છે જ્યારે ગોકુલધામ વાસીઓ જાેવે છે તો આશ્ચર્યચકિત થઇ જાય છે. પણ તેમને માલૂમ નથી પડતું કે આ કોણ છે. એવામાં આ સ્પષ્ટ છે કે, કંઇકને કંઇક નવું સરપ્રાઇઝ તો છે. જે દર્શકોને ગમશે. તે શું છે કોણ છે તે તો આવનારા સમયમાં જ માલૂમ થશે. સૌથી પહેલાં તો જે નામ દરેકનાં મોઢે છે તે છે દયાબેન. દિશા વાકાણીનો શૉમાં આતુરતાથી રાહ જાેવાઇ રહી છે. જાેકે તેની વાપસીનાં ચાન્સ હાલમાં ઓછા છે. એવામાં આશા છે કે, કઆ કિરદારને હવે કોઇ નવો ચહેરો આપવામાં આવે. હવે તે કોણ હશે તે તો આજ કાલનાં એપિસોડમાં માલૂમ થઇ જ જશે. આ સીવાય શૉમાં મેહતા સાહબનું કેરેક્ટર અદા કરી રહેલાં શૈલેશ લોઢાએ પણ શૉ છોડી દીધો હોવાની વાત છે. તો તેમની પણ વાપસી હોઇ શકે છે. તેમ જ ટપ્પુનો રોલ અદા કરનારો રાજ અનડકટ પણ ઘણાં સમયથી શૉમાંથી દૂર છે. તો કદાચ તેની પણ રિએન્ટ્રી હોઇ શકે. આ ઉપરાંત બાઘાની ગર્લફ્રેન્ડનો રોલ અદા કરનારી બાવરી એટલે કે મોનિકા ભદોરિયા પણ શૉમાં નજર આવી શકે છે. ઘણાં સમયથી રિટા રિપોર્ટર પણ શૉમાં કોઇ એપિસોડમાં નજર આવી નથી. તો તેની પણ કોઇ સિક્વન્સમાં એન્ટ્રી ગોઠવી હોય તેમ પણ બને.
Recent Comments