fbpx
બોલિવૂડ

તારક મેહતા ફ્રેમ અંજલિ મહેતા (નેહા મહેતા)એ ૪૪મો જન્મદિવસ ઉજવ્યો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિ મહેતાની ભૂમિકા નિભાવીને પોપુલર બનેલા નેહા મહેતા હાલ ચર્ચામાં છે. ગુરુવારે તેમનો જન્મદિવસ હતો અને તેઓ ૪૪ વર્ષના થઈ ગયા છે. નેહા મહેતાની ખૂબસૂરતી અને ફિટનેસ મામલે ઘણા યંગ અભિનેત્રીઓને ટક્કર આપે છે. તેમણે વર્ષ ૨૦૨૦માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી દીધો હતો. તે લગભગ ૧૩ વર્ષ સુધી આ શો સાથે જાેડાયેલી રહી હતી. ત્યારબાદ તેઓ આજદિન સુધી ટીવી પર જાેવા મળ્યા નથી. શું તમે જાણો છો કે નેહા મહેતાએ આટલો પોપુલર શો કયા કારણોસર છોડ્યો હતો? અને નેહા હાલના દિવસોમાં શું કરી રહ્યા છે, તો આજે અમે તમને તમામ સવાલોના જવાબ આપીશું. નેહા મહેતાએ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, તેમણે મેકર્સને પોતાની મુશ્કેલીઓ જણાવી હતી. તેમણે ઘણા મુદ્દાને લઈને પ્રોડ્યૂસરનો ઘણી વખત કોન્ટેક્ટ કર્યો, પરંતુ તેમણે યોગ્ય જવાબ મળ્યો નહોતો. મેકર્સની બેદરકારીના કારણે મારે શોને અલવિદા કહેવાનો ર્નિણય લેવો પડ્યો. ત્યારબાદ થોડા સમય બાદ મેં શોમાં પાછા ફરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી પરંતુ ત્યાં સુધીમાં ખુબ જ મોડું થઈ ચૂક્યું હતું. મારી જગ્યાએ સુનયના ફોજદારને પહેલાથી જ મારી ભૂમિકા માટે કાસ્ટ કરી લેવામાં આવી હતી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડ્યા બાદ નેહા મહેતા શોને ઘણી મિસ કરતી રહી, એટલે સુધી કે તેમણે કોઈ અન્ય ટીવી શો કે પ્રોજેક્ટ પણ સાઈન કર્યા નહોતા. પ્રશંસકો પણ જાણવા આતુર હતા કે હું શું કરી રહી છું. થોડાક મહિનાઓ પછી ઓગસ્ટ ૨૦૨૧માં મેં એક બીટીએસ તસવીર શેર કરીને જાણકારી આપી કે મારો પહેલો મ્યૂઝિક વીડિયો લોન્ચ થનાર છે, જેણે નીતિ મોહનને ગાયું છે. સોંગને પ્રશંસકોએ ખુબ પ્રેમ આપ્યો. થોડાક મહિના બાદ ઓક્ટોબર ૨૦૨૧માં મેં સોશિયલ મીડિયા પોસ્ટ કરી પ્રશંસકોને સરપ્રાઈઝ આપી હતી કે હું ગુજરાતી ફિલ્મ ‘હલ્કી ફુલ્કી’ની તૈયારી કરી રહી છું. આ એક મહિલા કેન્દ્રિત ફિલ્મ હતી. તેમાં નેહા લીડ રોલમાં હતી. તેમાં ૯ મહિલાઓને સેન્ટરમાં રાખી આ ફિલ્મ બનાવવામાં આવી. ફિલ્મ રિલિઝ થયા પછી તેણે પણ પ્રશંસકોએ ખુબ સારો રિસ્પોન્સ આપ્યો અને ફિલ્મે ખુબ કમાણી કરી હતી. નેહા મહેતાની ‘હલ્કી ફુલ્કી’ ફિલ્મમાં દમદાર ભૂમિકા નિભાવવા બદલ ગત એપ્રિલમાં ગુજરાતી આઈકોનિક ફિલ્મ એવોર્ડ્‌સ ૨૦૨૧ પણ મળ્યો. તેમણે ફિલ્મમાં ‘અનેરી’ ની ભૂમિકા નિભાવવા માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. તેમની ફિલ્મ ઘણી કેટેગરીમાં નોમિનેટેડ થઈ. નેહાએ બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ જીતવાની ખુશી પણ વ્યક્ત કરી હતી. નેહા મહેતાએ એવોર્ડ્‌સ સેરેમનીમાં એવોર્ડ લેતો એક વીડિયો શેર કરીને લખ્યું હતું કે, મારી ગુજરાતી ફિલ્મ હલકી ફુલકી માટે. મા બાબા, પરિવાર. મહેશ નરેશ કનોડિયા કાકા, નટરાજ. મારા લોકોનો આભાર, યૂનીવર્સને મારી જિંદગીમાં આપવા માટે ધન્યવાદ. તેણે ફિલ્મના દિગ્દર્શક જયંત ગિલાતરનો પણ આભાર માન્યો હતો.

Follow Me:

Related Posts