ગુજરાત

તારાપુરમાં જેસીબીનું ભાડુ ૬ મહિનાથી ન ચુક્વ્યું અને ભાડુ લેવા આવતા માલિકને માર માર્યો

આણંદના તારાપુરના ગુંડેલ ગામના અજય રાઘુભાઈ ભરવાડે દોઢેક વર્ષ પહેલા બે જેસીબી મશીન ખરીદ્યાં હતાં. આ બન્ને જેસીબી આઠેક માસ અગાઉ ગોકળપુરા તાબે મોતીપુરાના મુકેશ વલુ ભરવાડને ભાડે આપ્યાં હતાં. આ સમયે જેસીબીનું ભાડું મહિને રૂ.૬૦ હજાર નક્કી કરવામાં આવ્યું હતું. આ ભાડામાંથી તેઓ જીસીબીની લોનના હપ્તા ભરતાં હતાં. પરંતુ પ્રથમ બે માસ સુધી મુકેશે નિયમિત ભાડુ આપ્યું હતું. પરંતુ તેણે ઠાગાઠૈયા શરૂ કરી દીધાં હતાં અને ભાડું આપવાનું બંધ કરી દીધું હતું. આથી, અજયે વારંવાર ભાડાની ઉઘારણી શરૂ કરી હતી. દરમિયાનમાં મુકેશે તેને પોતાના ઘરે બોલાવ્યો હતો અને ભાડુ તથા જેસીબી મશીન લઇ જવા કહ્યું હતું. આથી, અજય તેમના ઘરે પહોંચ્યો હતો. જાેકે, તે સમયે મુકેશ ઘરે હતો નહીં. આથી, તેઓ પરત ઘરે જવા નિકળ્યાં હતાં. પરંતુ રસ્તામાં તારાપુર – ખંભાત રોડ પર નહેરના ગરનાળા નજીક મુકેશ ભરવાડ તથા ગગજી ભરવાડ (રહે.સાંઠ) લાકડી સાથે ઉભા હતાં. તેઓએ અજયને રોક્યો હતો.

આ સમયે અજયે ભાડાના પૈસા અને મશીન પરત કરવા કહ્યું હતું. જેથી મુકેશ અને ગગજી ઉશ્કેરાઇ ગયાં હતાં અને લાકડીથી અજય પર હુમલો કરી ઉપરા છાપરી ફટકા મારવા લાગ્યાં હતાં. જેના કારણે લોહીલુહાણ હાલતમાં અજય ત્યાં જ ફસડાઇ પડ્યો હતો. આ સમયે બન્નેએ ગદડાપાટુનો મારમારી હવે પછી પૈસા માંગીશ તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી જતાં રહ્યાં હતાં. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અજયે તેના મામાના દિકરા સંજયને ફોન કરી તાત્કાલિક બોલાવ્યો હતો. સંજય ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ખાનગી વાહનમાં અજયને સારવાર માટે દવાખાને લઇ ગયાં હતાં. આ અંગે અજય ભરવાડે તારાપુર પોલીસ મથકે ફરિયાદ આધારે મુકેશ વલુ ભરવાડ (રહે.ગોકળપુરા, ખંભાત) અને ગગજી ભરવાડ (રહે.સાઠ) સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.તારાપુરના ગુંડેલ ગામે રહેતા યુવકે લોન પર બે જેસીબી ખરીદ્યાં હતાં. આ જેસીબી તેણે મહિને રૂ.૬૦ હજારના ભાડે ખંભાતના ગોકળપુરાના શખ્સને આપ્યાં હતાં. જાેકે, આ શખ્સ છેલ્લા છ મહિનાથી ભાડું આપતો નહતો અને તેની ઉઘરાણી કરતાં જેસીબીના માલિકને લાકડીના ફટકા માથામાં મારી જીવલેણ ઇજા પહોંચાડી હતી. આ અંગે તારાપુર પોલીસે બે શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related Posts