fbpx
ગુજરાત

તારાપુરમાં પુરપાટ ઝડપે જતી કારે અન્ય કારને અડફેટે લીધી

આણંદના આંકલાવ ગામે રહેતા બળવંતસિંહ લાલસિંહ વાઘેલાએ કાર નં.જીજે ૨૩ સીસી ૩૦૩૧ બે વર્ષ પહેલા ખરીદી હતી. તેઓ ૨૫મી ઓગષ્ટના રોજ સવારના દસેક વાગ્યાના સુમારે ઘરેથી કાર લઇ સાબરમતી નદીમાં પાણી આવતા તેના કવરેજ માટે જવા નિકળ્યાં હતાં. તેમની સાથે સચીનભાઈ પટેલ, બકુલભાઈ પટેલ પણ હતાં. આ ઉપરાંત તારાપુરથી ભાવેશભાઈ આજણા પટેલ પણ કારમાં બેસી તારાપુરથી ફતેપુરા ગલીયાણા સાબરમતી બ્રિજ પર ગયાં હતાં અને સાબરમતી બ્રિજની નજીકમાં ગાડી સાઈડમાં પાર્ક કરી નદીમાં પાણી વધારે છોડાયેલું હોવાથી તેનું કવરેજ લેતાં હતાં.

આ સમયે કારમાં બકુલભાઈ પટેલ પાછળની સીટમાં બેઠાં હતાં. જ્યારે બળવંતભાઈ, સચીનભાઈ અને ભાવેશભાઈ સાબરમતી બ્રિજ પર કવરેજ લેતાં હતાં. આ સમય દરમિયાનમાં સવા બે વાગ્યાની આસપાસ અચાનક ધડાકાનો અવાજ આવ્યો હતો. જાેયું તો બળવંતભાઈની પાર્ક કરેલી કાર સાથે બીજી ફોર વ્હીલર ગાડી પુરઝડપે આવી અથડાઈ હતી. જેના કારણે બળવંતભાઈના કાર પલ્ટી ગઈ હતી. જેના કારણે તેમાં સવાર બકુલભાઈને ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

આ અંગે બળવંત વાઘેલાની ફરિયાદ આધારે તારાપુર પોલીસે અકસ્માત સર્જનાર કાર નં.જીજે ૧૧ સીએચ ૩૦૦૩ના ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.તારાપુરના વટામણ ધોરી માર્ગ પર પુરપાટ જતી કારે બ્રિજ પર ઉભેલી કારને પાછળથી ટક્કર મારતાં તેમાં સવાર એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગે તારાપુર પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

Follow Me:

Related Posts