ગત તારીખ ૧૬ જુનના રોજ તારાપોર ચોકડી નજીક ભાવનગર, વરતેજના એક પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો જેમાં ડ્રાઈવર સહિત ૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્ર ખાતે કૌટુંબિક પ્રસંગ પૂરો કરી પરત ફરી રહેલા ઘાંચી પરિવારને આ ભયંકર અકસ્માત નડ્યો જેમાં માર્યા ગયેલા તમામ હતભાગી લોકોના પરિવારજનોને મોરારિબાપુ દ્વારા શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે રૂપિયા ૫ હજારની સહાનુભુતિ રાશી મોકલવામાં આવેલ છે. જેની કુલ રકમ રૂપિયા ૪૫ હાજર થાય છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય મોરારિબાપુએ પ્રાર્થના કરી છે. ભાવનગરના રામકથાના શ્રોતા દ્વારા આ રાશી પહોંચતી કરવામાં આવશે.તેમ જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.
તારાપોર ચોકડી નજીકના અકસ્માતમાં માર્યા ગયેલા ભાવનગરના મૃતકોને મોરારિબાપુ તરફથી ૪૫ હજારની સહાય.

Recent Comments