તારી ભાભી તો મારી જ છે હું તેને ઉપાડી જઇશ, થાય તે કરી લે
સંબંધોને લજવી જતા કિસ્સા હવે સમાજમાં બની રહ્યાં છે. લોકો મર્યાદા ઓળંગી રહ્યા છે. જેમાં હવે હત્યા કરતા પણ લોકો ખચકાતા નથી. ત્યારે અમદાવાદમાં વિચિત્ર કેસ સામે આવ્યો છે. અમદાવાદમાં એક પરિણીત મહિલાના અન્યત્ર સંબંધો સામે આવ્યા છે. ત્યારે આવેશમાં આવેલા પ્રેમીએ પરિણીત મહિલાના દિયરને ધમકી આપી કે, ‘તારી ભાભી તો મારી જ છે, હું તેને ઉપાડી જઈશ’
પ્રાપ્ત માહિતા અનુસાર, નવા વાડજમાં રહેતી એક ૩૩ વર્ષીય પરિણીત મહિલા તેના પરિવાર સાથે રહે છે. આ મહિલાને સંતાનમાં ત્રણ બાળકો છે. તે સાફ-સફાઈનું કામ કરે છે. ત્યારે મહિલા જ્યાં કામ કરે છે ત્યાં અનિલ વાઘેલા નામનો યુવક પણ કામ કરવા આવે છે. જ્યાં મહિલા અને અનિલ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જાેકે, બાદમાં મહિલા સામે અનિલનો ભાંડો ફૂટ્યો હતો. અનિલ નશો કરતો હોવાનું મહિલાને જાણ થઈ હતી. તેથી તેણે અનિલ સાથેના પોતાના સંબંધો તોડી નાંખ્યા હતા. અનિલથી દૂર રહેવા માટે તેણે કામ પર જવાનુ પણ બંધ કરી દીધુ હતુ.
તો બીજી તરફ, અનિલ મહિલા પર સંબંધ રાખવા દબાણ કરવા લાગ્યો હતો. પરંતુ મહિલા તેને સતત જાકારો આપતી ગઈ. મહિલા જ્યાં પણ જાય ત્યાં અનિલ તેનો પીછો કરવા લાગ્યો હતો. આ બાબતની જાણ મહિલાના પરિવારજનોને થઈ હતી. મહિલાના પતિને આ સંબંધની જાણ થઈ જતા અનિલની હરકતો પણ સામે આવી હતી. મહિલાએ અનિલને કહ્યું કે, તેના પતિને જાણ થઈ ગઈ છે છતાંય અનિલ મહિલાનો હાથ પકડી ધમકી આપી કે તેના ફોનમાં ફોટો છે તે તેના પતિને મોકલી બદનામ કરી દેશે.
જાેકે આ વચ્ચે અનિલે મહિલાના દિયરને ધમકી આપી હતી. અનિલે મહિલાના દિયરને ફોન પર કહ્યું હતું કે, ‘તારી ભાભી તો મારી જ છે, હું તેને ઉપાડી જઈશ.’ આમ સમગ્ર મામલો બિચકતા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. મહિલાએ પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. વાડજ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Recent Comments