બોલિવૂડ

તારી સાથે જે પણ થયુ દોસ્ત તે બહાદુરી સાથે કામ કર્યુઃ રિયા
રિયા ચક્રવર્તીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ‘મુશ્કેલ દિવસો’ની વાત કરી

સુશાંત સિંહ રાજપૂતનાં નિધન પછી તેની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તીએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તે સો.મીડિયા પર ટ્રોલ થઈ, જેલમાં ગઈ અને લોકોએ તેને જુઠ્ઠી ધોખેબાજ કહી. રિયા ચક્રવર્તીનું જીવન ધીમે ધીમે પાટા પર ફરી ચડી રહ્યુ છે. રિયા ચક્રવર્તી હવે ધીરે ધીરે સો.મીડિયા પર સક્રિય થઇ છે. ૨૭ ઓગસ્ટ ૨૦૨૦ પછી, રિયાએ માર્ચ ૨૦૨૧ ના ??રોજ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી. તાજેતરમાં, તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની પોસ્ટમાં, રિયા ‘મુશ્કેલ દિવસો’ની વાત કરી રહી છે.

અભિનેત્રીએ પોસ્ટમાં લખ્યું, જે કંઇ પણ બન્યું છે કઠિન દિવસોમાં મજબુત બનતા શીખવ્યુ. આ સાથે તેણે બહાદુરીની પણ વાત કરી. જાેકે અભિનેત્રીએ સ્પષ્ટતા નથી કરી કે તે કોની વાત કરે છે. પરંતુ પ્રશંસકોને અભિનેત્રીની આ પોસ્ટ ખૂબ પસંદ આવી છે. અભિનેત્રીએ લખ્યુ, તારી સાથે જે પણ થયુ દોસ્ત તે બહાદુરી સાથે કામ કર્યુ.

આ પહેલા રિયા ચક્રવર્તીએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે કેટલાક શેરીના શ્વાનને ખવડાવતી જાેવા મળી હતી. વીડિયોમાં રિયા ચક્રવર્તી ઘણા બધા શ્વાન સાથે દેખાઇ હતી અને શ્વાનને ખવડાવતી હતી. વીડિયોમાં રિયા સફેદ અને બ્લુ ડ્રેસ પહેરેલી જાેવા મળી હતી. વીડિયો શેર કરતી વખતે રિયાએ કેપ્શનમાં લખ્યું હતું, ‘પપી લવ’.
થોડા સમય પહેલા અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના બાળપણની તસવીર શેર કરી હતી. રિયા તેની આ તસવીર શેર કરી પોસ્ટ પણ લખી હતી. અભિનેત્રીએ લખ્યું છે કે, “અને બસ એમ જ પ તેણે તોફાનનો સામનો કર્યો, કારણ કે ખરેખર સવાર પડતા પહેલા તે હંમેશા અંધારૂ હોય છે.

Related Posts