fbpx
રાષ્ટ્રીય

તાલિબાનીઓએ મહિલાઓને ભણવા માટે વિદેશ જવા દેવાનો ઈન્કાર કર્યો

અફઘાનિસ્તાનમાં મહિલાઓના માનવાધિકારોને કચડી નાખવામાં આવ્યા છે. આતંકવાદ પર યુએનના પ્રતિબંધો હેઠળ આવતા તાલિબાને કાબુલમાં સરકાર બનાવી, પરંતુ હજુ સુધી ઘણા દેશો દ્વારા તેને માન્યતા મળી નથી. સ્પુટનિકે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે તાલિબાને છોકરીઓ ને અભ્યાસ માટે વિદેશ જવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. સ્પુટનિકે સૂત્રોને ટાંકીને વધુમાં જણાવ્યું હતું કે તાલિબાને વિદ્યાર્થીનીઓને કઝાકિસ્તાન અને કતારમાં ભણવા માટે કાબુલ છોડવાની મંજૂરી આપી નથી. મળતી માહિતી મુજબ, કાબુલના કેટલાક છોકરા-છોકરીઓ અભ્યાસ માટે વિદેશ જવા માંગતા હતા, પરંતુ તાલિબાન નથી ઈચ્છતું કે મહિલાઓ શિક્ષિત અને તેમની સમાન હોય. તેથી તેણે છોકરીઓને અભ્યાસ માટે બહાર જવા દેવાની ના પાડી છે.

દેશમાંથી યુએસ સૈનિકોની પાછી પાની અને યુએસ સમર્થિત સરકારના પતન પછી, તાલિબાનની આગેવાની હેઠળની વચગાળાની અફઘાન સરકાર સપ્ટેમ્બર ૨૦૨૧ માં સત્તામાં આવી. સંયુક્ત રાષ્ટ્રએ હજુ સુધી અફઘાનિસ્તાનમાં તાલિબાનને માન્યતા આપી નથી. આ હોવા છતાં, તે પોતાનો અહંકાર બતાવવાનું ચાલુ રાખે છે. સૌપ્રથમ, તાલિબાને દેશની સત્તા સંભાળ્યા પછી, મહિલાઓને કામ પર જવા પર, ઘરની બહાર અભ્યાસ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. છોકરીઓને છઠ્ઠા ધોરણ પછી શિક્ષણ મેળવવાની મંજૂરી નથી. એટલું જ નહીં ટીવી પર આવતી તમામ મહિલા પત્રકારોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. આ ઉપરાંત તાલિબાને તમામ મહિલાઓને જાહેરમાં તેમના ચહેરા ઢાંકવાની ફરજ પાડી છે અને મહિલાઓને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની અને પુરુષો સાથે પાર્કમાં જવાની પણ મંજૂરી નથી.

આ છે તાલિબાનોનો અસલી ચહેરો જે મહિલાઓ પ્રત્યે આવી વિચારસરણી ધરાવે છે. સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકા જેવા શક્તિશાળી દેશોએ આ અંગે વિચારવું જાેઈએ. તાલિબાનના મતે મહિલાઓને પોતાની શરતો પર જીવવાનો કોઈ અધિકાર નથી તેથી તેમણે તેમના તમામ અધિકારોને કચડી નાખ્યા છે. એવા પણ સમાચાર છે કે તાલિબાન અફઘાન નાગરિકોને આતંકવાદી કહીને મારી રહ્યા છે, લોકોને દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. મહિલાઓને વેચવામાં આવી રહી છે. છોકરીઓ ગૂંગળાઇને જીવન જીવવા મજબૂર છે. અફઘાનિસ્તાનના એક ભૂતપૂર્વ સંસદસભ્યએ થોડા સમય પહેલા યુએનને જણાવ્યું હતું કે કાબુલમાં છોકરીઓ તાલિબાનના ડરથી આત્મહત્યા કરી રહી છે. તેનું જીવન નરક બની ગયું છે. મહિલાઓને મેડિકલ સુવિધા પણ મળતી નથી. એક રીતે તાલિબાન અફઘાનિસ્તાનમાં અરાજકતાને પ્રોત્સાહન આપી રહ્યું છે. ત્યાં આતંકના નામે લોકોને ર્નિદયતાથી મારવામાં આવી રહ્યા છે.

Follow Me:

Related Posts