તાલિબાનીઓના આંતક વચ્ચે કાબુલના લોકલ બજાર ખુલ્યાં શોપિંગ માટે ભીડ થઈ
તાલિબાની કબજાના ૭ દિવસ પછી હોટલો, શાકભાજી માર્કેટ, કરિયાણા મોલો ખુલ્યા
તાલિબાની કબજાના ૭ દિવસ પછી એટલે કે ૨૧ ઓગસ્ટથી કાબુલન બજાર ખુલવા લાગ્યા હતા. શહેરના મોલ, હોટલ, મીટ-શાકભાજી બજાર, કરિયાણા સ્ટોર અને શોપિંગ માટે સૌથી જાણીતું ગુલબાર સેન્ટર પણ, જાેકે સવાલ એક જ હતો કે સ્થિતિ કેવી છે.કાબુલના જ એક રહેવાસીએ હાલની ત્યાંની કહાની જણાવી છે. આ કહાની ત્યાંની ગલીઓની છે. તેના પગલે અમે અહીં તેનું નામ કાબુલીવાલાની કહાની એમ આપ્યું છે. જાેકે તેના કહેનારના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તેમને જ આ અંગે ના કહી છે. હાલ સ્થિતિ કઈક આવી છે. આ અંગેનો જવાબ શોધવા અમે એક કાબુલીવાલાને જ મળ્યાં. તે કાબુલમાં પત્રકારોના મદદગાર રહ્યાં છે, જાેકે તે જર્નલિસ્ટ નથી. અમે તેમને કહ્યું હતું કે તમે કાબુલમાં ફરો, જે પણ દેખાય તેના ફોટા પાડજાે, વીડિયો બનાવજાે અને અહીંની સ્થિતિનો વોઈસ મેસેજ કરી દેજાે. તે તૈયાર થઈ ગયા. સતત ત્રણ દિવસ સુધી એટલે કે ૨૧, ૨૨ અને ૨૩ ઓગસ્ટ સુધી તે રોજ કાબુલમાં લગભગ ૪૫-૫૦ કિમી ફરતા અને જે પણ તેમને દેખાય, તે મોકલતા. અમે તેમણે આપેલી માહિતીના આધારે ત્રણ રિપોર્ટ બનાવ્યા છે. આજે પ્રથમ રિપોર્ટ કાબુલના બજાર, બેન્ક અને સ્કુલનો છે. ૨૧ ઓગસ્ટ, દિવસ શનિવાર, બપોરે લગભગ ૧૨ વાગ્યે, જગ્યા- કાબુલનું મલિક અજહ સ્ક્વેર. સાત દિવસ પછી લોકો ઘરની બહાર દેખાઈ રહ્યાં છે. રસ્તાઓ પર કાર, મોટરસાઈકલ, સાઈકલ દેખાઈ રહી છે. કેટલાક લોકો પગે ચાલતા આગળ વધી રહ્યાં છે. તેમાં બાળકો અને એક-બે મહિલાઓ પણ છે. રસ્તાઓ પર આઈસ્ક્રીવાળા પરત ફર્યા છે. ખાનારાઓ પણ દેખાઈ રહ્યાં છે. રસ્તાની બંને બાજુએ નારિયેળ પાણીથી લઈને ટાયર પંચરની દુકાનો, નાસ્તાવાળાની લારીઓથી લઈને આઈસ્ક્રીમની લારીઓ દેખાઈ રહી છે. દુકાનો પર ખરીદનારાઓની ભીડ છે. ઘણી દુકાનોની બહાર સ્ટાઈલિશ મહિલા મોડલ્સના હોર્ડિંગ્સ પણ લાગેલા છે.
આ સ્ટોરીમાં સૌથી ઉપર લાગેલા વીડિયોમાં આ ચીજાેનો વીડિયો પણ દેખાશે. ૨૨ ઓગસ્ટ, રવિવાર, બપોરે ૩ વાગ્યે, જગ્યા- કાબુલનું સૌથી જાણીતુ મોલ ગુલાબર સેન્ટર. મોલની ૭૦ ટકાથી વધુ દુકાનો ખુલ્લી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલા ફૂડ કોર્ટમાં ૨૫-૩૦ લોકો દેખાઈ રહ્યાં છે. અડધાથી વધુ ખુરશીઓ ખાલી છે. પ્રથમ શનિવારની સાંજે અહીં બેસવાની જગ્યા પણ રહેતી નહોતી જાેકે હાલ અહીં ૫-૬ પરિવાર જ દેખાઈ રહ્યાં છે. ૨૨ ઓગસ્ટ, રવિવારે સાંજે ૫ વાગ્યે, કાબુલનું ઓપેન માર્કેટ. બજારની બહાર કાર પાર્ક કરવા માટે જગ્યા શોધવી પડી રહી છે. લારી, નાના-સ્ટુલ અને નીચે લાકડાના સ્ટેન્ડ પર ચંપલ, વાસણોના દુકાનદારે બજાર સજાવ્યું છે. લોકો તેમાંથી તેમની પસંદગીની ચીજાે ખરીદી રહ્યાં છે.ગુલબાર સેન્ટરની બરાબર સામે દાઉદજઈ બિઝનેસ સેન્ટર આવેલું છે. તેમાં કપડાની દુકાન ધરાવતા એક વ્યક્તિએ કહ્યું કે લગભગ ૫ વર્ષથી કાબુલના બિઝનેસમેન ખૂબ જ હેરાન રહ્યાં છે. અમારી પર તાલિબાન અને સરકાર બંનેનું દબાણ રહેતું. ક્યારે અમને કોણ દુકાન બંધ કરવાનું કહે, તેનો ખ્યાલ નહોતો. તાલિબાન આવવાથી હવે એક જ સરકારને જવાબ આપવો પડશે.
દુકાનદારો બૂમો પાડી-પાડીને ગ્રાહકોને બોલાવી રહ્યાં છે. ઘણા દુકાનદારો હાથગાડી પર સામાન ભરીને હજી પણ આવી રહ્યાં છે. બાળકો અને બુરખા પહેરેલી મહિલાઓ દુકાનમાંથી સામાનની ખરીદી કરી રહી છે. જાેકે એવી સ્થિતિ હાલ સર્જાઈ છે કે પહેલા ૧૦૦ મહિલાઓ દેખાતી હતી, જેની સંખ્યા આજે ઘટીને ૩ કે ૪ થઈ છે. ૨૨ ઓગસ્ટની સાંજે ૬ વાગ્યે, કાબુલ સિટીના મુખ્ય મિરવાસ મેદાન બસ સ્ટોપ પર ઉભેલા ટેક્સીવાળા લોકોને શહેરના બીજા સ્ટોપ પર લઈ જવા માટે બૂમો પાડીને બોલાવી રહ્યાં છે. નાના બાળકો અહીં પેસેન્જરોને પુછી રહ્યાં છે કે તેમને ક્યાં જવું છે. એક ટેક્સીવાળાએ કહ્યું કે બજાર ખુલ્યા પછીથી અહીં સતત લોકો આવી રહ્યાં છે. લોકોના હાથોમાં ખરીદેલો સામાન છે. અમે ૩ દિવસમાં ઈન્ટરનેશનલ ઈંગ્લિશ લેગ્વેજ ઈન્સ્ટીટ્યૂટથી લઈને શહેરની અલગ-અલગ જગ્યાએ બનેલી ૯ સ્કુલોમાં પહોંચ્યા. જાેકે આ પૈકીની એક પણ ખુલ્લી નથી. એ વાત અલગ છે કે થોડા દિવસો પહેલા તાલિબાને બાળકોની સ્કુલમાં જતી તસ્વીર બહાર પાડી હતી. જાેકે કાબુલના જે ભાગની આ તસ્વીર છે, ત્યાંની હાલ એક પણ સ્કુલ ખુલ્લી નથી. વેસ્ટર્ન યુનિયન, મની ગ્રામ, એક્સપ્રેસ મનીની સાથે કાબુલની તમામ બેન્ક બંધ છે. બેન્કની દેખરેખ રાખી રહેલા વ્યક્તિ સાથે વાત કરવાની કોશિશ કરી. તેમણે કહ્યું કે- બેન્કના કર્મચારીઓ તો નથી, જાેકે સામાન્ય લોકો જરૂર પુછવા આવે છે કે બેન્ક ક્યારે ખુલશે. તાલિબાને જાહેરાત કરી છે કે બુધવારથી બેન્કોને ખોલવામાં આવશે. ગુલબાર સેન્ટર મોલમાં પરફ્યુમની દુકાનના માલિક પોતે જ કાઉન્ટર પર બેસે છે. તેમનું કહેવું છે કે દેશમાં ઈસ્લામિક શાસન આવવાથી તેમને ખુશી છે. છેલ્લા ૨ વર્ષ તણાવવાળા રહ્યાં. એ વાત જ સમજાતી નહોતી કે કોઈનું સાંભળીએ. તાલિબાનીનું કે સરકારનું. અમને ડર રહેતો હતો.
Recent Comments