તાલિબાન કોઇ પણ પ્રકારનું સૈન્ય સંગઠન નથી, તે સામાન્ય નાગરિક છેઃ ઇમરાન ખાન
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન નિયાજીએ અફઘાનિસ્તાનમાં ખૂનની હોળી ખેલી રહેલા તાલિબાન આતંકીઓને સામાન્ય નાગરિક ગણાવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં બધું જ બર્બાદ કરી નાંખ્યું. ઇમરાને કહ્યું કે પાકિસ્તાનમાં ૩૦ લાખ શરણાર્થી રહે છે અને પાકિસ્તાન કેવી રીતે તેની વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે. તેમણે કહ્યું કે આ શરણાર્થીઓમાં મોટાભાગના પશ્તૂન છે. આ એ જ જાતિ છે જે અફઘાનિસ્તાનમાં લડી રહ્યું છે.
ઇમરાન ખાને પીબીએસને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે હવે તેમની ૫ લાખ લોકોની શિબિર છે. તાલિબાન કોઇપણ પ્રકારનું સૈન્ય સંગઠન નથી, તે સામાન્ય નાગરિક છે. જાે આ શિબિરોમાં સામાન્ય નાગરિક છે તો પાકિસ્તાન તેમની વિરૂદ્ધ કેવી રીતે કાર્યવાહી કરી શકે છે. તમે તેમને (આંતકીઓની) શરણસ્થળી કેવી રીતે કહી શકો છો. જ્યારે તેમને પાકિસ્તાનમાં આતંકીઓના સુરક્ષિત આશરા અંગે પૂછયું તો કહ્યું કે કયાં સુરક્ષિત આશરો છે? પાકિસ્તાનમાં ૩૦ લાખ શરણાર્થી છે. તેઓ એ જાતિમાંથી આવે છે જેમાંથી તાલિબાન આવે છે.
પાકિસ્તાન પર લાંબા સમયથી આરોપ લાગતા રહ્યા છે કે તેઓ અફઘાન સરકારની વિરૂદ્ધ તાલિબાનની સૈન્ય, નાણાંકીય અને ગુપ્તચર મદદ કરી રહ્યું છે. ઇમરાન ખાને આ આરોપોને નકારતા કહ્યું કે આ સંપૂર્ણપણે અનુચિત છે. ઇમરાન ખાને દાવો કર્યો કે હજારોની સંખ્યામાં પાકિસ્તાની લોકોએ અફઘાનિસ્તાનમાં અમેરિકન યુદ્ધ દરમ્યાન પોતાના જીવ ગુમાવી દીધા. એ પણ ત્યારે જ્યારે પાકિસ્તાનને આ યુદ્ધ સાથે કોઇ લેવા-દેવા નથી.
Recent Comments