અમરેલી

તાલુકા અને જિલ્લા કક્ષાએ એન્ટ્રી થઈ હોય તેવા સ્પર્ધક કલાકારને ઉપસ્થિત રહેવા અનુરોધ

આગામી તા.૧૨ અને તા.૧૩ જાન્યુઆરી ૨૦૨૪નાં રોજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરનાં ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ કચેરી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમરેલી દ્વારા અમરેલી સ્થિત શ્રી કે.કે. પારેખ અને આર.પી.મહેતા વિદ્યાલય, સિવિલ હોસ્પિટલની સામે ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે.  તા.૧૨ જાન્યુઆરી ૨૦૨૪ નાં રોજ સવારે ૯:૦૦ કલાકેથી ક્રમશઃ લોકનૃત્ય, રાસ, એક પાત્રીય અભિનય, સુગમ સંગીત, કથ્થક, શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિન્દુસ્તાની), લોકગીત/ભજન, ઓરગન, તબલા, હાર્મોનિયમ, નિબંધ, દોહા છંદ ચોપાઈ, ચિત્રકલા અને તા.૧૩ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ સવારે ૯:૦૦ કલાકેથી ક્રમશઃ ગરબા, સમૂહ ગીત, લગ્નગીત, ભરતનાટ્યમ, લોકવાર્તા, કાવ્ય લેખન, ગઝલ શાયરી, વકતૃત્વ, સર્જનાત્મક કારીગરી, સ્કૂલ બેન્ડ સ્પર્ધા યોજાશે. તાલુકાકક્ષાએ પ્રથમ વિજેતા કલાકારોને  જિલ્લાકક્ષાની સ્પર્ધામાં સીધી એન્ટ્રી મેળવી હોય તેવા સ્પર્ધક કલાકારને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.  અમરેલી જિલ્લા કક્ષા કલા મહાકુંભમાં ઉપર મુજબની કુલ ૨૩ કૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts