આજરોજ વર્ષ ૨૦૨૧-૨૨ ના તાલુકા આયોજન ની મીટીંગ માં હાજર રહીને સાવરકુંડલા તાલુકાના ગામોમાં જરૂરીયાત મુજબ નાં ૧૨૫ એક કરોડ અને પચીસ લાખ ના વિકાસ ના કામો મંજુર કરાવતા ધારાસભ્ય પ્રતાપ દુધાત…..
આજ રોજ તાલુકા પંચાયત કચેરી સાવરકુંડલા ખાતે વર્ષ ૨૦૨૧-૨૨ આયોજન ની મીટીંગ રાખવામાં આવેલ હતી, જેમાં સાવરકુંડલા તાલુકાના તમામ ગામોની મળેલ માગણી મુજબ નાં ખાસ કામો ધારાસભ્ય દ્વારા જેવા કે હાલ ઉનાળા ની સીઝન ચાલુ હોય જેથી તેમને અગ્રતા આપીને પીવા માટેના કામો, ગામોમાં ગંદકી ના ફેલાઈ તે માટે ખાસ અગ્રતા આપીને ગટર માટેના કામો, તેમજ લોકોને અવરજવર માં મુશ્કેલીઓ નાં પડે તે માટે કોઝવે, પુલો. તેમજ ગામની સુકાકારી ને ધ્યાને લઈને ગામોમાં બ્લોક પેવીંગ રોડ, તથા સી.સી.રોડ, ને પ્રાધાન્ય આપવામાં આવેલ તેમજ લોકોને ચોમાસાના પાણી માટેના પ્રશ્નો ને માન્ય રાખીને પુરસંરક્ષણ દીવાલ તેમજ ગામના લોકોની રજૂઆત મુજબના વિકાસ ૧૨૫ એક કરોડ અને પચીસ લાખ ના કામો મંજુર કરાવવામાં આવ્યા છે,
આમ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા આ આયોજનની મીટીંગ માં હાજર રહીને સાવરકુંડલા તાલુકાના દરેક ગામને પ્રાધાન્ય આપી તેમના ગામોની માગણી ને ધ્યાને લઈને ને ૧૨૫ એક કરોડ અને પચીસ લાખ ના વિકાસ ના કામો મંજુર કરાવવામાં આવેલ છે.
Recent Comments