અમરેલી

તાલુકા આરોગ્ય કચેરી દ્વારા અમરેલી તાલુકા કક્ષાની આરોગ્ય સંકલન સમિતિની બેઠક યોજાઈ

તા.૧૮ સપ્ટેમ્બર૨૦૨૨ને રવિવારના રોજ  પલ્સ પોલિયો દિવસ રસીકરણ કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમને ધ્યાને લઈ તાલુકાકક્ષાની આરોગ્ય સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી.  બેઠકમાં ૦ થી ૫ વર્ષના પ્રત્યેક બાળકમાં પલ્સ પોલિયો રસીકરણ અંતર્ગત વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અમરેલી શહેર તથા ગ્રામ્ય વિસ્તારના ૦ થી ૫ વર્ષના ૧૫,૫૪૫ બાળકોને એકસાથે પોલિયોની રસી પીવડાવી રક્ષિત કરવામાં આવશે.  આ કામગીરી માટે અમરેલી તાલુકામાં ૯૪ બુથ કાર્યરત કરવામાં આવશે.  આંગણવાડી કર્મચારીઆશાવર્કરોની ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને રસીકરણની આ કામગીરી હાથ ધરવામાં આવશે. જિલ્લાના  ૦ થી ૫ વર્ષના પ્રત્યેક બાળકના વાલીઓ તેના બાળકને બુથ ઉપર લઈ જઈને પોલિયો રસીના બે ટીપાં પીવડાવે તે માટે તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.રાજીવકુમાર સિન્હાએ  અનુરોધ કર્યો છે. બેઠકમાં અમરેલી તાલુકા વિકાસ અધિકારીશ્રી અને સંબંધિત  અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts