તાલુકા કક્ષાના શાળાકીય રમતોત્સવ 2024-25માં એથ્લેટીકસમાં ગણેશ શાળા – ટીમાણાના બાળકોએ મેળવી અનેરી સિદ્ધિ
શાળાકી રમતોત્સવ 2024-25 અંતર્ગત એથ્લેટીકસનું તળાજા તાલુકા કક્ષાનું આયોજન વિવેકાનંદ વ્યાયામ શાળા – દિહોર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગણેશ શાળા ટીમાણાના બાળકોએ અનેરી સિદ્ધિઓ મેળવી છે. જેમાં અંડર – 14 માં 5 વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર તથા 2 વિદ્યાર્થીઓએ બીજો નંબર પ્રાપ્ત કર્યા હતા જ્યારે અંડર – 17 માં 6 વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર, 4 વિદ્યાર્થીઓએ બીજો નંબર તથા 3 વિદ્યાર્થીઓએ ત્રીજો નંબર મેળવ્યો હતો. માતા – પિતા, ગામ તથા ગણેશ શાળા – ટીમાણાનું ગૌરવ વધારનાર આ તમામ બાળકોને શાળા પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Recent Comments