તાલુકા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪ ઓગસ્ટના રોજ યોજાશે
તાલુકા કક્ષાનો ઓગસ્ટ-૨૦૨૨નો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૪/૦૮/૨૦૨૨ ને બુધવારના રોજ સંબંધિત મામલતદાર કચેરીઓ ખાતે યોજાશે. તાલુકા કક્ષાના આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે સિહોર ખાતે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. પ્રશાંત જિલોવા મહુવા ખાતે તથા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. રવિન્દ્ર પટેલ જેસર ખાતે ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત અન્ય તાલુકા સ્વાગત કાર્યક્રમનુ વર્ગ-૧ના અધિકારીશ્રીઓ સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. આ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત અંગેની અરજીઓ સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત તલાટી કમ મંત્રીશ્રીને રજૂ કરવાં અધિક નિવાસી કલેક્ટરશ્રી, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments