તાલુકા કક્ષાનો એપ્રિલ-૨૦૨૩ નો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૬/૦૪/૨૦૨૩ નાં રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજાનાર છે. જેમા જિલ્લા કલેક્ટરશ્રી મહુવા ખાતે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પાલીતાણા તાલુકા ખાતે તેમજ પોલીસ અધિક્ષકશ્રી ઉમરાળા તાલુકાનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ અન્ય તાલુકા સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ નાં અધિકારીશ્રીઓ સંચાલન કરશે અને લોકોનાં પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે.
આ તાલુકા કક્ષાનાં સ્વાગત કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત અંગેની અરજીઓ સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત તલાટી કમ મંત્રીશ્રીને રજુ કરવા અધિક કલેક્ટરશ્રી ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.
Recent Comments