તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીની મહેનત રંગ લાવી
અમરેલી તાલુકામાં સવા૬/ગ્:ત્સગી વિકાસ માટે રીકડીયા થી રાંઢીયા તથા રંગપુર થી સણોસરા ગાડા માર્ગ ખુબ જ બિસ્માર હાલતમાં હતો, જેનાથી રાહદારીઓને અવર–જવર કરવામાં ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો હતો,
આથી અમરેલીતાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીને રીકડીયાના આગેવાનબાબુભાઈ હુદડ, અરવિંદભાઈ સાવલીયા,નાગજીભાઈ સાવલીયા,તથા સણોસરાના આગેવાન જીગ્નેશભાઈ સાવલીયા, પીયુષભાઈ સુદાણી તથા આજુ બાજુના ગામના આગેવાનોએ રજુઆત કરતા તાલુકા પ્રમુખ મનીષ ભંડેરી વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીને રજુઆત કરતા શ્રી ધાનાણી તાત્કાલીક સરકારમાં રજુઆત કરીને આ ગાડા માર્ગ પાકો ડામર તથા સી.સી. રોડ મંજુર કરાવતા ધારાસભ્ય પરેશ ધાનાણી તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી, તાલુકા કોંગ્રેસ મહામંત્રી વિપુલ પોંકિયા,પ્રવીણભાઈ કમાણી ઉપરઅભિનંદનની વર્ષા વરસી રહી છે.
Recent Comments