તાલુકા-જિલ્લા પંચાયતના ઉમેદવારો માટે આજથી ત્રણ દિવસ ભાજપની બેઠક મળશે
ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ કામગીરી હાથ ધરી છે. આ સમયમાં તમામ પાર્ટીઓ દ્વારા રાજ્યના મહાનગરોમાં યોજાનારી ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી કરી દીધી છે, ત્યારબાદ હવે ભાજપે હવે રાજ્યની તાલુકા તેમજ જીલ્લા પંચાયતો તેમજ નગરપાલિકાની ચૂંટણીઓ માટે પણ કવાયત હાથ ધરી છે.
ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની બેઠકમાં હવે છ મહાનગર પાલિકાના ઉમેદવારો બાદ હવે તાલુકા તેમજ જીલ્લા પંચાયતો તેમજ નગરપાલિકાની ચૂંટણીની પસંદગી કરવામાં આવશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં હવે ફરીવાર ૭ થી ૧૦ ફેબ્રુઆરી સુધી મુખ્યમંત્રી નિવાસ સ્થાને તાલુકા અને જિલ્લા પંચાયત સહિત નગર પાલિકાઓની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરવા માટે બેઠક મળશે.
આપને જણાવી દઈએ કે, રાજ્યમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સહિત નગરપાલિકાઓની ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૨ ફેબ્રુઆરી છે. ત્યારે આ ચૂંટણીમાં પણ ઉમેદવારોની પસંદગી કરવા માટે હવે ભાજપ દ્વારા કામગીરી હાથ ધરાશે.
Recent Comments