fbpx
અમરેલી

તાલુકા પંચાયતની પેટા ચુંટણીતની તરવડા ગામે સભા ગજાવતા : અમરેલી તાલુકા કોગી પ્રમુખ મનીષ ભંડેરી


તા ૦૩/૧૦/ર૦ર૧ ના રોજ યોજાનારી સરંભડા તાલુકા પંચાયત સીટની પેટા ચુંટણીને અનુલક્ષીને તરવડા ગામે તાલુકા કોંગ્રેસ દ્રારા મીટીંગનું આયોજન કરેલ હતું, જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા, આ મીટીંગમાં તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દલસુખભાઈ દુધાત, સરંભડાના પૂર્વ સરપંચ રવજીભાઈ ગઢીયા, જીલ્લા પંચાયત પૂર્વ ચેરમેન દીનેશભાઈ ભંડેરી, સરંભડાના સરપંચ દુદાભગત, વગેરે આગેવાનો ઉપસ્થિત રહયા હતા.આ મીટીંગમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી દ્રારા ભાજપ તથા આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા અને બંને પાર્ટીની નીતી – રીતી થી વાકેફ કર્યા હતા, લોકોને સાંપ્રત પરિસ્થિતી થી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તકે તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ લોકોને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રંજનબેન મથુરભાઈ દુધાતને જંગી બહુમતી વિજય બનાવવા હાંકલ કરી હતી.

Follow Me:

Related Posts